Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બાઈક સ્લીપ થતાં પટકાયેલાં યુવાનનું સારવાર દરમિયાન મોત

Share

નેશનલ હાઈવે પર પરવાના હોટલ પાસેની ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકામાં આવેલાં પરિએજ ગામે રહેતો વિપુલ ચતુર રાઠોડ ગત : મેના રોજ રાત્રીના સમયે તેમની બાઈક લઈને કોઈ કામ અર્થે ભરૂચ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે ભરૂચથી વડોદરા જવાના રોડ પરથી જઈ રહ્યો હતો. તે વેળા રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં પરવાના હોટલની સામેથી પસાર થતાં સમયે કોઈ કારણસર તેમનું સ્ટિવરીંગ પર કાબુ નહીં રહેતાં તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માતને પગલે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘટનાને પગલે આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમજ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યા તેની સારવાર ચાલી રહી હતી. પરિવારજનોએ જે તે સમયે ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું. દરમિયાનમાં ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના પગલે તેમણે નબીપુર પોલીસ મથકે કરિયાદ નોંધાવતાં નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ગાંધીનગર – સી.એમ ની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ રહેશે કેન્દ્ર પર

ProudOfGujarat

વાગરાના સારણ ગામમાં રાત્રીના સમયે શંકાસ્પદ કાર જણાતા ગ્રામજનોએ પીછો કર્યો

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ને. હા. 48 પરથી ગેરકાયદેસરનો 40 હજાર લીટરની મત્તાનો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!