Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હોટલ બિઝનેશમાં પાર્ટનરશિપ-મુંબઈમાં ફોટો ગ્રાફી વ્યવસાયમાં મદદના બહાને ૨૬.૩૬ લાખની ઠગાઈ

Share

 

આણંદના મૌલિક પટેલ નામના શખ્સ સામે સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાઈ

Advertisement

ભરૂચ.

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મિલેનિયમ માર્કેટ સામે આવેલી બીટીએમ મીલ ચાલમાં રહેતો હિતેશ લાલચંદ વરમોરા ફોટોગ્રાફી તેમજ આલ્બમ ડિઝાઈનિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ૮ એપ્રિલ ૨૦૨૨ ના રોજ તેમણે ફેસબુક પર આતું રાજ (લેડી ડોન) નામના એકાઉન્ટને ફેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે સ્વિકારાઈ જતાં એકાઉન્ટ સંચાલક સાથેતેમની નિયમિત વાતચિત થતી. હતી. દરમિયાનમાં તેમની વચ્ચે કામ ધંધાની વાતચિતનિકળતાં તેણે જણાવ્યું તે હોટલ વ્યવસાય સાથે સંકળાયેલાં છે. જે બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર તેની સાથે વાતચિત કરી હતી.

અરસામાં સામે પક્ષની આતું રાજ નામના એકાઉન્ટ ધારકે ભરૂચમાં બ્યુટી પાર્લરના સંચાલક દિપુ રાજ નામના બ્યુટીશિયનની ઓળખાણ આપી હતી. જેથી તેમને વિશ્વાસ બેસતાં તેણે જણાયું હતું કે, તેઓ જાનકી નામની કંપનીમાં છે. તે કંપનીમાં ઘણા બિઝનેશ અને હોટલને આવરી લીધેલ છે. જેમાં એક ફીયુ નામની એક વ્યક્તી છે. તેને કહીને સારી એવી હોટલમા પાર્ટનરશીપ અપાવીશ જે માટે હિતેશને એક લાખનું જ્યારે બાકીના ૪ લાખનું રોકાણ તે કરશે. તેમ જણાવી તેમને વાતોમાં ભોળવી રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવડાવ્યાં હતા. બાદમાં આતું રાજને બિમાર હોઈ લંડન જવાનું છે તેમ કહીં ત્યાં ખર્ચો કરવાનું જણાવ્યું હતું. અલગ અલગ બહાને ટુકડે ટુકડે તેમની પાસેથી ૨૬.૩૯ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં હતાં.

બાદમાં ફીયુ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે, આરંતુ રાજનું મોત થયું છે.જે બાદ તેમણે આપેલાં મોબાઈલ નંબરની વિગતો કઢાવતાં મોબાઈલ ધારકનું નામ મૌલિક પટેલ (રહે, ઓડ, જી. આણંદ) નો સંપર્ક કર્યો હતો. તેમણે મૌલિક તેમના રૂપિયા પરત આપશે તેમ જણાવ્યું હતું. જોકે, બાદમાં મૌલિક ભરત પટેલનું પણ મરી ગયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં તેમને અહેસાસ થયો હતો કે તેમની સાથે સાયબર ફોડ થયો છે. જેના પગલે તેમણે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

નેત્રંગ-વાલીયા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં કેલ્વીકુવાનાં યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

ProudOfGujarat

માંગરોળ પોલીસ મથક ખાતે પી.એસ.આઇ.નાયી એ જાતે સેનીતાઈઝર નો છટકાવ કર્યો.

ProudOfGujarat

વાંકલ : બારડોલીમાં અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે નિવૃત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!