Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાંચ બત્તી વિસ્તારમાં કચરામાં આગ : ફાયર વિભાગે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો, સ્થાનિકોમાં રોષ

Share

ભરૂચ શહેરના પાંચ બત્તી ભીડ ભજન ખાડી નજીક કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ લાગતાં વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વારંવાર કચરામાં આગ લાગવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોમાં કચરો નાખનાર તેમજ બેદરકારી દાખવનાર લોકો સામે ભારે રોષની લાગણી જોવા મળી હતી. રહિશોએ તંત્ર પાસે નિયમિત સફાઈ અને કચરો ફેંકનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Share

Related posts

વડોદરા : કરજણના વલણ ગ્રામ પંચાયત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચનાં ઝઘડિયામાં ઓવરલોડ વાહનોમાં આર.ટી.ઓ.ની મિલીભગત કે શું ? સતત ચર્ચાતો પ્રશ્ન ?

ProudOfGujarat

ભાજપનો પ્રચાર કરવા આવતો નહીં કહી શખ્સે માતા-પુત્રને ફટકાર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!