Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં મળેલી સભામાં સભ્યો-સરપંચ વચ્ચે તુતુ-મેમે બાદ બુકાનીધારીએ સભ્યોને લાફા ઝીંક્યા : સમગ્ર ઘટના પુર્વ આયોજિત કાવતરું હોવાની આશંકા સાથે પોલીસમાં સામસામે અરજી

Share

ભરૂચ

ભરૂચને અડીને આવેલી ઝાડેશ્વર ગ્રામ પંચાયત હંમેશા વિવાદમાં રહી છે છેલ્લા પાંચ વર્ષથી સરપંચ વિનાની ગ્રામ પંચાયતમાં હાલની ચૂંટણીમાં સરપંચ આદિવાસી મળતા જ ગઈકાલે યોજાયેલી ગ્રામ સભામાં રૂમાલ બાંધીને આવેલા ઈસમે કેટલા લોકો ઉપર મારામારી કરી હોય અને સરપંચ પણ જાહેરમાં ગાળો ભાંડી રહ્યા હોવાના વિડીયો પંચાયતની બહાર અને અંદરના વાયરલ થતા હાલ તો આ મામલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે

Advertisement

ભરૂચમાં ઝાડેશ્વર ગ્રામ પંચાયત હંમેશા વિવાદમાં રહી છે અને સરપંચની પેનલમાંથી એક સભ્યને ખેંચી લાવી મહેશ નિઝામા ડેપ્યુટી સરપંચ બન્યા હતા અને ત્યારબાદ આદિવાસી સરપંચની બે પત્નીને લઈને પણ સતત વિવાદ ચાલ્યો હતો અને અંતે કબીર વસાવા ઝાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર સરપંચ તરીકે યથાવત હોય અને ગઈકાલે ગ્રામસભાને લઇ એક બેઠક મળી હતી જેમાં ગ્રામસભાની અંદર એક મોઢા ઉપર રૂમાલ બાંધેલી અવસ્થામાં આવેલા ઈસમે સરપંચ તેને ઇશારો કરતા હોય અને રૂમાલ બાંધેલ વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ઉપર હાથાપાઇ કરતા હોવાના સીસીટીવી સામે આવતા સમગ્ર મામલો મોડી રાત સુધી સી ડિવિઝન પોલીસ ઉપર ચાલતા મોડી રાત સુધી પોલીસે બંને પક્ષોની સામસામે અરજી લઈ તપાસ શરૂ કરી હતી

જોકે ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં થયેલી ધીંગાણોની ઘટનાના વિડીયો સામે આવતા ગ્રામ પંચાયતની અંદર જ સરપંચ અચાનક ઉશ્કેરાતા હોય અને તેઓના ઈશારાના કારણે રૂમાલ બાંધેલ વ્યક્તિ સભ્ય ઉપર હુમલો કરી રહ્યા હોય તો આ ઉપરાંત ગ્રામ પંચાયતની બહાર પણ સરપંચ અચાનક મુશ્કેલાઈને ગાળો ભાંડી રહ્યા હોય અને મારામારી કરવાના ઇરાદામાં હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ગ્રામ પંચાયતના સરપંચ જ પોતાના જ પદની ગરિમા ન જાળવતા હોય તેવું પણ લોકો માની રહ્યા છે

ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો સરપંચ પ્રજાના વિકાસના કામો કરવા માટે છે કે પોતાની અંદરો અંદર દુશ્મનોના ધીંગાણું કરવામાં મગ્ન છે જો પાંચ વર્ષ આ જ પ્રકારે રહેશે તો ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં વિકાસ થશે કે કેમ કે ફરી એક વાર ઝાડેશ્વર ગ્રામ પંચાયત પોલીસ ફરિયાદોમાં સરપંચ વિનાની થશે તેવા સવાલો હાલ ગ્રામ પંચાયતના રહીશોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે


Share

Related posts

મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, 185 પેસેન્જરોનો આબાદ બચાવ..

ProudOfGujarat

સુરત સહીત ગુજરાતભરમાં ચા એ લોકોની ચાહત અને લિજ્જતનું માધ્યમ બન્યું છે સવાર બપોર સાંજ ચા જાણે વ્યસન જેવું પીણું બન્યું છે.

ProudOfGujarat

ઝઘડીયા ગામે લીકેજ ગટર લાઇન દુરસ્ત ન કરાતા જનતામાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!