Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બિલાડી ચોરી કરી હોવાની શંકાએ બે પરિવાર બાખડ્યાં : વાગરાના જેનીથ પાર્કમાં બનેલી ઘટના

Share

ભરૂચ.
વાગરા ગામે આવેલાં જેનીથ પાર્ક ( ઓવેશપાર્ક) ખાતે રહેતાં તૌસીફ અકબર કાદરી ડ્રાઇવિંગ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તે રાત્રે નવેક વાગ્યે નોકરીએથી ઘરે આવી રહ્યો હતો. તે વેળાં તેમના મોટા પુત્ર રુહાને ફોન કરી જણાવ્યું હતું કે, રહીમાબેનની છોકરી તસ્લીમા મકસુદ પટેલે તેને અમારી બિલાડી તું ચોરી કરીને લઇ ગયો છે તેમ કહીં રડવા લાગી હતી. જેથી તૌસીફે આવીને રહિમાબેનના ઘરે જઇ બિલાડી બાબતે વાત કરી તેમના પુત્ર પર ખોટા આક્ષેપ કેમ લગાડો છો કહેતાં રહિમાની પુત્રી તસ્લીમાએ અચાનક ઉશ્કેરાઇ જઇ તેમને અપશબ્દો ઉચ્ચારી તમે લોકોએ જ અમારી બિલાડી ચોરી કરી છે કહીં ઝઘડો કરવા લાગી હતી. દરમિયાનમાં તસ્લીમાનો ભાઇ સાહિદ પણ ત્યાં હાજર હોઇ તેણે પણ તેને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. તેમજ તેઓએ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવને પગલે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ : ડેન્ગ્યુના દાનવને નાથવામાં પ્રજાના પ્રતિનિધિઓ રાજધર્મ ચુક્યા ધારાસભ્ય અને સાંસદ તંત્ર, તબીબો અને તજજ્ઞો સાથે બેઠક કરી પી.આર.પી.ની સુવિધા ઉભી કરાવવી જોઈએ.

ProudOfGujarat

અંકલેશ્વર : સી.એમ. એકેડમી શાળામાં ફી મુદ્દે વાલીઓ અને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરના NSC અને NYG ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યાએ ભજનો તેમજ ગીતોની રમઝટ બોલાવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!