Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બંધ મકાનને તાળું તોડી રૂ.1.80 લાખના દાગીનાની ચોરી : પરિવાર રાજકોટ ગયો હતો, પરત ફરતા તૂટેલા તાળાં અને વેરવિખેર સામાન મળી આવ્યો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રૂ.1.80 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. પરિવાર રાજકોટ ખાતે પ્રસંગે ગયો હતો તે દરમિયાન તસ્કરોએ હાથ સાફ કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ભરૂચના સોનતલાવડી જુની, મામલતદાર કચેરી પાસે કોર્ટ રોડ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ જેઠાભાઈ ગોહીલ MKIC કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગત તા.30 સપ્ટેમ્બરે તેઓ પત્ની તથા પુત્રી સાથે રાજકોટ ખાતે પરિવારના સગાના અવસાન બાદની વિધિમાં જવા માટે બપોરે આશરે ચાર વાગ્યે ઘર બંધ કરી નીકળ્યા હતા. તેમનો 14 વર્ષીય પુત્ર નજીકમાં રહેતા તેમના નાના ભાઈના ઘરે રોકાયો હતો.

દરમિયાન તા.1 ઓક્ટોબરની વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યે શૈલેષભાઈના ભાઈનો ફોન આવ્યો હતો કે, તેમના ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં છે અને દરવાજો ખુલ્લો છે. તેમજ ઘરમાં રહેલી તિજોરી પણ ખુલ્લી જોવા મળી રહી છે અને સામાન વેરવિખેર પડ્યો છે.

પરિવાર રાજકોટની વિધિ પૂર્ણ કરી પરત ફર્યા બાદ ઘરમાં તપાસ કરતા તિજોરીના ડ્રોઅર નીચે પડેલા હતા અને તેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. તપાસમાં વાઘેશ્વરી જ્વેલર્સના બિલ મુજબ 8.410 ગ્રામનું સોનાનું ચેઇન કિંમત રૂ.1,32,630 તથા 8.100 ગ્રામની સોનાની ઝુમ્મર બુટ્ટી કિંમત રૂ.48,000 મળી કુલ રૂ.1,80,630ના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

બનાવ અંગે શૈલેષભાઈ ગોહીલે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા અન્ય હકીકતોના આધારે પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.


Share

Related posts

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફિટકાર..? કોઈ રાહત નહીં…!!

ProudOfGujarat

ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સુબીર ખાતે સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીના બંને કાંઠે રિવરફ્રન્ટ બાંધકામમાં વેજલપુર સ્મશાન ભૂમિનું ખોદકામ કરતાં લોકોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!