Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં છેતરપિંડીના બે ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ‘એ’ ડિવિઝન પોલીસ

Share

અંકલેશ્વર : વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંઘ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ તેમજ અંકલેશ્વર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુશલ ઓઝાની સૂચના મુજબ, અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.જી. ચાવડા અને તેમની સર્વેલન્સ ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાના બે ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા: ૧. ગુના રજિસ્ટ્રેશન નંબર ૧૧૧૯૯૦૦૪૨૬૦૫૧૬/૨૦૨૬ (તારીખ ૦૭/૦૫/૨૦૨૬) ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૮(૪), ૫૪ મુજબ. ૨. ગુના રજિસ્ટ્રેશન નંબર ૧૧૧૯૯૦૦૪૨૬૦૮૪૧/૨૦૨૬ (તારીખ ૨૮/૦૭/૨૦૨૫) ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૮(૪), ૫૪ મુજબ.

Advertisement

ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલ મુખ્ય આરોપી આકાશ હસમુખ લીમ્બાચીયા પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ ભૂગર્ભમાં ઉતરી નાસતો ફરતો હતો. દરમિયાન, અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સચોટ આયોજન કરી દરોડો પાડીને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

ઝડપાયેલ આરોપીની વિગત:

  • નામ: આકાશ હસમુખભાઈ લીમ્બાચીયા રહે: પારેખ ફળિયું, અંકલેશ્વર શહેર, તા. અંકલેશ્વર, જી. ભરૂચ.

આ સમગ્ર સફળ અને પ્રશંસનીય કામગીરી અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.જી. ચાવડા, પીએસઆઈ ડી.બી. જબેલીયા, બી.એમ. બારડ તથા એ.એસ.આઈ. અમરસિંહ, બાદલભાઈ, હે.કો. નિમેષભાઈ તેમજ પો.કો. બુધાભાઈ, યુવરાજસિંહ, નત્યરાજસિંહ, નૈલેશદાન, અશોકભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સુંદર ટીમ વર્કથી કરવામાં આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચના વોર્ડ નંબર 11માં 1.75 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર માંથી કોપરની ચોરી કરતી રાવત ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચ-ઝઘડિયાના અસા ગામના લોકો દ્વારા ૧૦ થી વધુ ઓવરલોડ રેતીની ટ્રકો અટકાવવામાં આવી.રેતી ખનન માફિયાઓમાં ફફડાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!