Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ૨.૨૫ લાખની મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો: એક ઇસમ ઝડપાયો

Share

અંકલેશ્વર : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા અને અણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા અને તેમની ટીમે સફળ કામગીરી કરી વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કર્યો છે.

ગત તા. ૦૨/૧૦/૨૦૨૬ના રોજ ફ્રિયાદીની મેટાલિક બ્લેક કલરની યામાહા કંપનીની MT-15 મોટરસાઇકલ (રજિસ્ટ્રેશન નં. GJ-16-EA-3232, કિંમત અંદાજે રૂ. ૨,૨૫,૦૦૦/-) કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો. આ અંગે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

ગુનાની તપાસ દરમિયાન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગુનામાં સંડોવાયેલા આઈસોલેટેડ આરોપીને ચોરાઉ યામાહા MT-15 મોટરસાઇકલ સાથે ઝડપી પાડી વાહન ચોરીના ગુનાને ડિટેક્ટ કર્યો છે.

ઝડપાયેલ આરોપીની વિગત:

  • નામ: વિકાસભાઈ મહેશભાઈ જાતે વસાવા (ઉં.વ. ૧૯, રહે. મોટું ફળિયું, નવી વસાહત, અંદાડા, તા. અંકલેશ્વર, જી. ભરૂચ)

કબજે કરેલ મુદ્દામાલ:

  • કાળા રંગની યામાહા કંપનીની MT-15 મોટરસાઇકલ (રજિ.નં. GJ-16-EA-3232), કિંમત આશરે રૂ. ૨,૨૫,૦૦૦/-

આ સફળ કામગીરી અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.જી. ચાવડા તથા પોલીસ સ્ટાફ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વર ધંતુરીયા ગામ ખાતે એક યુવાને લગ્નની પીઠીની હાલતમાં મતદાન કર્યું…..

ProudOfGujarat

રાજપીપલા : પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર મિલિંદ સોમન દ્વારા મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી “રન ફોર યુનિટી” નર્મદામાં ઠેર-ઠેર થનારુ ભવ્ય સ્વાગત.

ProudOfGujarat

કાવ્ય શિક્ષણમાં AI ટૂલ્સની અસરકારકતા: ભરૂચના ડૉ. ઈમ્તીયાઝભાઈ ઘાંચીનું સંશોધન પત્ર રાજ્ય કક્ષાની કોન્ફરન્સ માટે પસંદ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!