Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ભીડભંજન ખાડી પાસે જુગાર પર LCBનો દરોડો, 3 ઝડપાયા, 4 ફરાર

Share

 

ભરૂચ શહેરમાં આવેલી હોલી એન્જલ કોન્વેન્ટ સ્કૂલ ની પાછળ આવેલા ભીડભંજનની ખાડી વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એલસીબીની ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડતા જુગારિયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

Advertisement

પોલીસને જોઈને જુગાર રમતા શખ્સો ભાગવા લાગ્યા હતા, જેમાંથી 3 જુગારિયાઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, જ્યારે 4 શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં આકીબ મહંમદ ફરીદ શેખ આકીબ મહંમદ ફરીદ શેખ, મહેન્દ્ર જેસંગ પરમાર મહેન્દ્ર જેસંગ પરમાર તેમજ અયાઝ ગુલામ રસુલ કુરેશી અયાઝ ગુલામ રસુલ કુરેશી નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓની અંગઝડતી તેમજ દાવ પર લાગેલી અને વેરણછેરણ પડેલી રોકડ રકમ મળી કુલ ₹17 હજારથી વધુની રોકડ સાથે 2 મોબાઇલ ફોન મળી કુલ ₹23 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન ફરાર થયેલા આરોપીઓના નામ શાહરૂખ રીક્ષાવાળો શાહરૂખ રીક્ષાવાળો, રાહુલ મહેશ વસાવા રાહુલ મહેશ વસાવા, લાલા ઉર્ફે પોલીસ લાલા ઉર્ફે પોલીસ તેમજ વિજય દૂધા વિજય દૂધા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


Share

Related posts

આંકોટ ( વાગરા ) માં તા. ૦૭ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપ પ્રમુખએ આજ થી પોતાનો ચાર્જ સંભાળ્યો હતો…

ProudOfGujarat

ભરૂચ : વાલિયાથી ગુમ થનાર યુવતીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!