Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં માર્ગ અને મકાન વિભાગે નંદેલાવથી ચાવજ ચોકડીના દબાણો દૂર કર્યા : ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કામગીરી હાથ ધરાઈ, અગાઉથી નોટિસ અપાઈ હતી

Share

 

ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને શુક્રવારે માર્ગ અને મકાન વિભાગની ટીમે નંદેલાવ ચોકડીથી ચાવજ ચોકડી સુધીના માર્ગ પર કરવામાં આવેલાં દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અભિયાન અંતર્ગત રોડની બન્ને તરફ મધ્યરેખાથી ૧૫ મીટરની હદમાં આવતાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. વિભાગ દ્વારા અગાઉ વિસ્તારમાં માપણી કરી કેટલાંક દુકાનદારો સહિત અન્ય ઈમારતના માલિકોને નોટિસ આપવામાં આવી હતી.

Advertisement

તેમજ તેમને સ્વૈચ્છિક રીતે તેમના દબાણો દૂર કરવાની તક આપી હતી. જોકે, તેમ છતાં દબાણો દૂર નહીં થતાં માર્ગ અને મકાન વિભાગની ટીમે રસ્તાની હદમાં આવતાં શેડ, ઓટલાં, લારી-ગલ્લા તેમજ અન્ય બાંધકામો દૂરકર્યા હતાં. કાર્યવાહીના સમયે કોઈ માથાભારે શખ્સો દ્વારા કામગીરીમાં અડચણ ઉભું ન કરાય અને કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગની નિર્ધારિત પહોળાઈ જાળવવા તેમજ વાહનવ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ અભિયાન હાથ ધરાયું છે. તેમણે ઉમેયું હતું કે, આગામી દિવસોમાં પણ ટીમની કાર્યવાહી જારી રહેશે.


Share

Related posts

ગૌરીવ્રત નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના ત્રણ સેવાકીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન   :   મહેંદી, કેશ ગુથળ સ્પર્ધા અને ફળ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓનો ઉત્સાહભેર સહભાગ

ProudOfGujarat

વિરમગામ જીલ્લાના પાટડી ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિનો પ્રારંભિક વર્ગ યોજાયો.

ProudOfGujarat

જંબુસર : સારોદ ગામે VECL એફલુએન્ટ કેનલનું કેમિકલ યુક્ત પાણી ફરી વળતાં ખેતીનાં પાકને ભારે નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!