Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

૩ મહિનાથી ફસાયેલું ૬૨ હજાર મેટ્રીક ટન LNG ભરેલું જહાજ દિશા હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી દહેજ ટર્મિનલે પહોંચ્યું : મધ્યપૂર્વમાં ચાલી રહેલી તણાવ ભરી સ્થિતીના કારણે ૨ માર્ચે નિકળેલું જહાજ ફસાયું

Share

 

। ભરૂચ !

Advertisement

દેશમાં ચાલી રહેલી પેટ્રોલ-ડિઝલ તેમજ ગેસની અછત વચ્ચે દેશ માટે સારા સામાચાર સામે આવ્યાં છે. કતારથી ૨ માર્ચના રોજ ૬૨ હજાર મેટ્રીક ટન LNG ભરીને નિકળેલું જહાર મધ્યપૂર્વમાં ચાલી રહેલી તણાવભરી સ્થિતીના કારણે અટવાઈ ગયું હતું. દરમિયાનમાં તણાવપૂર્ણ સ્થિતીમાં પણ ગત ૧૫મી જૂને અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપુર્વક પાર કરી જહાજ ૧૯મી જૂને દહેજ ટર્મિનલ ખાતે પહોંચ્યું

ભારતના ઊર્જાક્ષેત્ર માટે ખુબ મોટી રાહત આપનારા સમાચાર સામે આવ્યાં છે. છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલું LNG ભરેલું જહાજ આખરે સંવેદનશીલ હોર્મુઝ સ્ટેટને સફળતાપુર્વક પાર કરી દહેજ આવ્યું છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલાં તણાવ વચ્ચે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમથી પર્શિયન ગલ્ફ વિસ્તારમાં ભારતનું મહત્વપૂર્ણ LNG ભરેલું જહાજ દિશા ફસાયું હતું. કતારના રાસ લાફાના LNG ટર્મીનલ પરથી LNG કાર્ગો ભરી નિકળેલાં દિશા જહાજ મધ્યપૂર્વમાં ચાલી રહેલાં યુદ્ધ અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે અટવાયું હતું. હોર્મુઝ સ્ટ્રેટમાંથી અવર-જવર પર ખતરો હોવાને કારણે દિશા જહાજ હોર્મુઝ ખાતે ફસાઈ ગયું હતું. દરમિયાનમાં ગત ૧૫મી જૂને હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પસાર કરી ૧૯મી દહેજ ટર્મિનલ ખાતે પહોંચ્યું હતું.

તણાવપૂર્ણ સ્થિતી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથ પસાર થનાર પ્રથમ ભારતીય LNG કેરિયર્સમાં દિશા જહાજનો સમાવેશ થાય છે. દિશા જહાજમાં અંદાજે ૬૨૩૭૦ મેટ્રીક ટન જેટલો IINGનો વિશાળ જથ્થો ભરીને તે ભારત આવ્યું છે. જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI) ના નેતૃત્વ હેઠળ કરવામાં આવે છે.

દહેજ પેટ્રોનેટ LNG લિમીટેડ માટે દિશાને ચાર્ટર કરવામાં આવ્યું છે. દહેજ ખાતે આવેલું LNG ટર્મિનલ ભારતનું સૌથી મોટું LNG આવાત કેન્દ્ર છે.હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઉર્જા વેપાર માટે લાઈફ લાઈન સમાન છે. ત્યાં સર્જાયેલાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે LNG અને ફૂડ ઓઈલની હેરફેર ખોરવાઈ ગઈ હતી. આવી સ્થિતીમાં દિશાનું (જહાજનુ) સુરક્ષિત દહેજ પહોંચવું એ દેશના ગેસ પુરવઠાની સુરક્ષા માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ત્રણ મહિનાની લાંબી રાહ જોવાયા બાદ દહેજ ટર્મિનલ પર પહોંચેલાં આ LNG જહાજમાંથી ગેસનો જથ્થો ખાલી કરીને અહીં સુરક્ષિત રીતે સંગ્રહ કરવામાં આવશે. જે બાદ પાઈપલાઈન અને અન્ય માધ્યમો થકી ગેસનો જથ્થો દેશના અલગ અલગ ઔદ્યોગિક અને ઘરેલું ક્ષેત્રોમાં સપ્લાય કરવામાં આવશે. જેથી દેશામાં ઊર્જા (ગેસ)ની અછત નહીં વર્તાય.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વસરાવી ખાતે કાર્યરત ઓધવરામ ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા ઘનશેરા ચેકપોસ્ટ ખાતે ઇન્ડીગો ગાડીમાં ૭૧.૭૨૫ કિલો અફીણના પોષડોડાના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

ગણેશ સુગર વટારીયામાં ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત કરવા સંદીપ માંગરોલાની રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!