Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવાયો

Share

 

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કાર્યાલય ખાત કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, સમસાદઅલી સૈયદ, સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યકરો તેમજ આગેવાનોએ રાહુલ ગાંધીને જન્મદિનની શુભેચ્છા પાઠવી તેમના દીર્ઘાયુષ્ય તેમજ સ્વસ્થ્ય આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમજ રાહુલ ગાંધીના રાજકિય યોગદાન તેમજ દેશના લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રસંશા કરી હતી. જે બાદ તેમણે શહેરમાં હોસ્પિટલમાં દર્દીઓને ફુટ વિતરણ તેમજ શાળાઓમાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ સહિતના વિવિધ સામાજિક કાર્યો પણ કર્યાં હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તસ્કરો બેફામ બન્યા.ત્રણ લાખ ઉપરાંતની ચોરી કરી ચોર ફરાર…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આચારસંહિતા અમલમાં : મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક, ફરિયાદો માટે સીધી વ્યવસ્થા

ProudOfGujarat

અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો આરોગ્ય વિભાગનો “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!