Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રોડ પર ગર્દભ આવી જતાં એક્ટીવા ચાલકનું તેને ભટકાઈ રેલિંગમાં અથડાતાં મોત : ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચમાં સ્ટેશન રોડ પર મધ્યરાત્રીએ એક એક્ટિવા ચાલક રોડ પર રખડતાં ગર્દભ સાથે ભટકાતાં તેનું સ્ટિયરીંગ પર કાબુ નહી રહેતાં તેઓ રોડની વચ્ચે આવેલી રેલીંગમાં ધડાકાભેર અથડાઈ ગયાં હતાં. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર વેળાં મોત નિપજયું હતું. બનાવને પગલે ભરૂચ એ ડિવિજન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચના પાંચબત્તી મિલેનિયમ માર્કેટનીસામે આવેલી સરસ્વતી ચાલમાં રહેતાં અને પ્રિન્ટીંગ ડિઝાઈનરનું કામ કરતાં ગૌતમ બાબુ પરમાર ના મોટાભાઈ ચિરાગ ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ચિરાગ તેની એક્ટીવા લઈને ભરૂચ રેલવે સ્ટેશનથી પાંચબત્તી તરફ આવી રહ્યો હતો. તેવેળાં ધીકુડીયા તરફ જવાના કટની બાજુમાં આવેલી માલધારી ટી સ્ટોલની પાસે એક ગર્દભ વચ્ચે આવી જતાં તેની સાથે અથડાઈને કે તેને બચાવવા જતાં તેનું સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેની એક્ટીવા સ્લિપ થઈ રોડની વચ્ચે આવેલી લોખંડની રેલીંગ સાથે અથડાઈ જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્દનને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી એપેલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતું. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રાત્રીના સમયે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજમાં ગર્દભ સાથે તેમની એકટીવા ભટકાઈ હોવાને કારણે તેનું મોત નીપજયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કેટલાંય પશુપાલકો તેમના પશુઓને શહેરના મુખ્ય રસ્તાઓ પર છુટા મુકી દેવાને કારણે પશુઓના કારણે અકસ્માત થવાના બનાવો બનતાં રહે છે. ત્યારે પશુપાલકો સામે પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં અખાત્રીજની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નર્મદા મૈયા બ્રિજ પર જાહેરનામાના ભંગ શબાબ એકની અટકાયત કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે આજથી ટીવાય બીકોમ અને બીએની પરિક્ષા શરૂ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!