Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નંદેલાવ બ્રિજ પાસે બે સમુદાયના જૂથ વચ્ચે ડાંગથી અને પત્થરમારો કરી ધિંગાણું : રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતે થયેલી મારામારીના વિડીયો વાયરલ

Share

ભરૂચ.

ભરૂચ શહેરના નંદેલાવ બ્રિજ નીચે સોમવારે બપોરના સમયે ભરવાડ અને મુસ્લીમ સમાજના લોકો વચ્ચે હથિયારો વડે એક-બીજા પર હુમલો તેમજ પથ્થર મારો કરવાની ઘટના બની હતી. નંદેલાવ ચોકડી પર સર્જાયેલી અરાજકતા અને ભયનો માહોલ ઉભી કરવાની ઘટનાથી આસપાસના લોકોમાં દહેશતનું વાતાવરણ ઉભું થયું હતું. ઘટનાની જાણ થતાં આ ડિવિજન પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યોહતો. ધિંગાણામાં થવાયેલાં કુલ ૬ લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

સમગ્ર ઘટનાની સ્થળ પરથી માહિતી અનુસાર નંદેલાવ ગામ પંચાયતની હદમાં આવેલી ચોકડી પાસે ભરવાડ સમાજના લોકો છકડાંમાં સામાનની હેરાફેરીનું કામ કરે છે. દરમિયાનમાં રસ્તાનો એક ભાગ બંધ હોવાથી એક મુસ્લીમ યુવાન તેનો આવશર ટેમ્પો લઈને ત્યાંથી જવાનો પ્રવાસ કરી રહ્યો હતો. જેથી ત્યાંથી ટેમ્પો પસાર કરવા બાબતે પહેલાં સામાન્ય બોલાચાલી ચાલી થઈ હતી. બાદમાં મામલો ગરમાતાં એક તરફ ભરવાડ સમાજના લોકો અને બીજી તરફ મુસ્લીમ સમાજના લોકો સામસામે આવી ગયાં હતાં. બન્ને જૂથના લોકો ડાંગ, લાકડીઓ તેમજ ધારિયા લઈને એક બીજા પર તુટી પડયાં હતાં. જયારે કેટલાક લોકોએ એકબીજા પર છુટાપત્થરો મારવાના શરૂ કરી દેતાં દહેશતભયું વાતાવરણ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર દોડી આવ્યોહતો. પોલીસે તુરંતમાં એક્શનમાં આવી વાતાવરણ શાંત પાડયું હતું. ઘટનામાં ભરવાડ સમાજના વિપુલ ગગજી ભરવાડ, જડા ડાહ્યાભાઈ ભરવાડ તેમજ રાજુ ધુરાભાઈ ભરવાડ તેમજ મુસ્લીમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તોફીક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખને ગંભીર ઈજાઓ થઈ હોઈ તેમેન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે ભરૂચ એ ડીવિઝન પોલીસે બન્ને પક્ષના નિવેદન મેળવી તેના આધારે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

માંગરોલ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા હસ્તે  3.33 કરોડના કામોનો લોકાર્પણ- ખાત મુહર્ત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયા જૈન દેરાસર ખાતે શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજની પધરામણી થઇ.

ProudOfGujarat

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં દારૂ ભરેલી 2 કાર સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!