Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભૂમિપુત્ર અમૃત મહોત્સવની તૈયારીઓ માટે ભરૂચમાં બેઠક યોજાઈ

Share

 

ભરૂચ:

Advertisement

 

સર્વોદય, ગાંધી અને વિનોબા ભાવેનાં વિચારોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત **’ભૂમિપુત્ર’**ના અમૃત મહોત્સવની ઉજવણીને લઈ ભરૂચ ખાતે એક બેઠક યોજાઈ હતી. સપ્ટેમ્બર-2027માં ‘ભૂમિપુત્ર’ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ આયોજનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે શહેરના મોહન મીઠાઈ હોલ ખાતે મળેલી બેઠકમાં ભૂમિપુત્રના વાચકો, સર્વોદય વિચારધારાના કાર્યકરો તેમજ ગાંધી-વિનોબાના વિચારોમાં શ્રદ્ધા ધરાવતા નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ભરૂચ જિલ્લા સ્તરની આયોજન સમિતિની રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આયોજકોએ સમાજમાં ગાંધી, વિનોબા ભાવે અને સર્વોદયના મૂલ્યોને વધુ વ્યાપક બનાવવા માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ ઉપસ્થિતોએ પોતાના મિત્રવર્તુળ અને પરિચિતોમાંથી પણ આ વિચારધારાથી જોડાયેલા લોકોને અભિયાનમાં સહભાગી બનવા માટે પ્રેરિત કરવાની અપીલ કરવામાં આવી હતી.

આ આયોજન માટેનું આમંત્રણ યોગેશ જોષી અને જગદીશ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું.


Share

Related posts

ઝંખવાવ ગામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજી મંદિરની મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ProudOfGujarat

તમન્ના ભાટિયા એ એક ગુપ્ત ઘટક છે જેની ફિલ્મ નિર્માતાઓને જરૂર હોય છે, તેની સફળતાનો દોર એનો પુરાવો છે!

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામે બેટ ઉપર ફસાયેલા પશુઓ માટે ઘાસચારાનો અભાવ, ત્રીજા દિવસે પણ પશુપાલકો પશુઓને લઈને બેટ પર યથાવત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!