Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં 4.17 લાખથી વધુ બાળકોને મળશે ‘હેલ્થ પાસપોર્ટ’નો લાભ : જન્મથી 18 વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી એક જ દસ્તાવેજમાં ઉપલબ્ધ થશે, RBSK હેઠળ મોંઘી સારવાર પણ વિનામૂલ્યે

Share

 

ભરૂચ:

Advertisement

ગુજરાત સરકાર દ્વારા બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ રાજ્યમાં જન્મથી લઈને 18 વર્ષ સુધીના દરેક બાળક માટે ‘હેલ્થ પાસપોર્ટ’ શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્થ પાસપોર્ટ બાળકની જન્મથી કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી દર્શાવતો પ્રમાણભૂત દસ્તાવેજ બનશે.

ભરૂચ જિલ્લામાં વર્ષ 2026-27 દરમિયાન કુલ 4,17,222 બાળકોને આ યોજનાનો લાભ મળશે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોના આરોગ્ય સંબંધિત તમામ રેકોર્ડ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવી માતા-પિતાને હેલ્થ મેનેજમેન્ટમાં સક્રિય ભાગીદાર બનાવવાનો છે.

SH-RBSK હેઠળ મોબાઇલ હેલ્થ ટીમો આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુલ અને સ્પેશિયલ સ્કૂલોમાં બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરશે. ડિજિટલ પ્લેટફોર્મ પર માહિતી અપલોડ થયા બાદ સ્થળ પર જ બાળકોને હેલ્થ પાસપોર્ટ આપવામાં આવશે.

પાંચ વર્ષ સુધીના તથા શાળાએ ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટનું દર વર્ષે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર દ્વારા રિન્યૂ કરવામાં આવશે, જ્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હેલ્થ પાસપોર્ટનું રિન્યૂઅલ શાળાના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવશે.

હેલ્થ પાસપોર્ટમાં બાળકની મૂળભૂત વિગતો ઉપરાંત જન્મજાત ખામીઓ, વિવિધ બીમારીઓ, પોષણની સ્થિતિ, વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા સહિતની માહિતી નોંધાશે. સાથે જ રેફરલ સેવાઓ, પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત માર્ગદર્શન તથા ઇમરજન્સી હેલ્પલાઇનની વિગતો પણ સમાવાશે.

ભરૂચ જિલ્લામાં વર્ષ 2025-26 દરમિયાન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ અનેક બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં હૃદયના 65, કેન્સરના 9, કિડનીના 18, કોકલીયર ઇમ્પ્લાન્ટના 3, કલેફ્ટ લિપ/પેલેટના 25 અને કલબ ફૂટના 37 બાળકોને રાજ્ય સરકાર દ્વારા ખર્ચાળ સારવારનો લાભ અપાયો હતો.

ગુજરાત સરકારની આ પહેલથી બાળકોના આરોગ્યના સતત મોનિટરિંગ સાથે સારવાર વધુ સરળ, સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે તેમજ માતા-પિતા અને આરોગ્ય તંત્ર વચ્ચે વધુ અસરકારક સંકલન સ્થાપિત થશે.


Share

Related posts

ભરૂચ જિલ્લા અને નગર પાલિકાની પ્રાથમિક શાળાઓમાં બાળમેળા, લાઇફસ્કીલ મેળા અને મેટ્રિક મેળા યોજાયા…

ProudOfGujarat

બુટલેગરની દુનિયાનો “ભાઈ “સચિનનૌ સારથી ઝડપાયો વલસાડ રૂરલ પોલીસ સફળતાના શિખરે

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત કંપાઉન્ડમાં જિલ્લા પંચાયતના રેકોર્ડ રૂમનું ખાત મુહૂર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!