Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરના કાવી ગામમાં મકાનનો એક ભાગ ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી  :  માલજીવાલા ખડકીમાં બનેલી ઘટનાથી મોટું નુકસાન; સરપંચ અને તલાટીએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં ભારે વરસાદની વચ્ચે એક મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સદનસીબે ઘટનાના સમયે મકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની નથી.

આ ઘટના કાવી ગામના મોટા ચકલા વિસ્તારમાં આવેલી માલજીવાલા ખડકીમાં બની હતી. યુસુફ હાસીમ માલજીવાલાના મકાનનો એક ભાગ અચાનક તૂટી પડતાં મકાનને ભારે નુકસાન થયું હતું.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, આ મકાનમાં હાલમાં કોઈ રહેતું ન હતું અને તેનો ઉપયોગ ઘરવખરી તેમજ અન્ય સામાનના સંગ્રહ માટે કરવામાં આવતો હતો. ઘટના સમયે મકાન ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને તલાટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મકાનના માલિક યુસુફ હાસીમ માલજીવાલાની મુલાકાત લઈ નુકસાન અંગે માહિતી મેળવી હતી તેમજ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.


Share

Related posts

તેલંગણામાં સ્ટેડિયમની દિવાલ ધરાશાયી થતાં 3 લોકોનો મોત, 10 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

અંકલેશ્વર : ચોરીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

વિસાવદર એન. સી.પરમાર.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઊજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!