Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લાયન્સ ક્લબ ઓફ ભરૂચની 65મી ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ :  લાયન શક્તિસિંહ રાજપૂતે પ્રમુખ તરીકે સંભાળ્યો કાર્યભાર; સેવા કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ

Share

 

ભરૂચ: લાયન્સ ક્લબ ઓફ ભરૂચની 65મી ઇન્સ્ટોલેશન સેરેમની બુધવારે સાંજે કોલેજ રોડ સ્થિત આત્મિય સંસ્કાર ધામ ખાતે ભવ્ય આયોજન સાથે યોજાઈ હતી. સમારોહમાં વર્ષ 2026-27 માટે નવી ટીમને વિધિવત્ હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી હતી.

Advertisement

કાર્યક્રમમાં લાયન શક્તિસિંહ રાજપૂતે પ્રમુખ, લાયન પ્રજ્ઞેશ ભાવસારે સેક્રેટરી અને લાયન દક્ષેશ શાહે ટ્રેઝરર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે લાયન પરીમલ પટેલે વિધિ પૂર્ણ કરાવી હતી.

સમારોહમાં મુખ્ય અતિથિ અને ઇનોગરેટર તરીકે લાયન હેમલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમપૂજ્ય શ્રી સોમદાસ બાપુએ આશીર્વચન પાઠવી નવી ટીમને સેવા, સંસ્કાર અને સમાજહિતના કાર્યોમાં સતત આગળ વધવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન લાયન પ્રિયંકા જૈન રાવલે ઇન્ડક્શન ઓફિસર તરીકે નવા સભ્યોનું ઇન્ડક્શન કરાવ્યું હતું. ગેસ્ટ ઓફ ઓનર તરીકે લાયન દર્શના તુરખીયા તથા સ્પેશિયલ ગેસ્ટ તરીકે લાયન જીજ્ઞેશ સુરતી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીતેન્દ્રસિંહ રાજાવતને ક્લબના ઓનરરી સભ્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવી ટીમે આગામી કાર્યકાળ દરમિયાન ભરૂચ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, જરૂરિયાતમંદોની સહાય સહિત વિવિધ સેવાકીય અને જનકલ્યાણના કાર્યોને વધુ વેગ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં લાયન્સ પરિવારના સભ્યો, આમંત્રિત મહેમાનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વડોદરામાં પાણીગેટ વાડી બરાનપુરા વિસ્તારમાં અળસીયાવાળું પાણી આવતા લોકો રોષે ભરાયા

ProudOfGujarat

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતમાં ચારનાં મોત.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ચોકડી પાસેના સર્વિસ રોડ પર થતા ગેરકાયદે પાર્કિગ મામલે સ્થાનિક અગ્રણીની ટ્રાફિક પોલીસ વિભાગમાં રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!