Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોલાવ બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન, હવે દર રવિવારે સફાઈ ઝુંબેશ

Share

 

ભરૂચ:

Advertisement

રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા ભરૂચના સીટી સેન્ટર અને ભોલાવ એસ.ટી. બસ સ્ટેશન ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિના, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા અભિયાનમાં બસ સ્ટેન્ડ પરિસરની સફાઈ કરવામાં આવી હતી.

અભિયાનમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ફેમિનાના પ્રમુખ વંદના શેટ્ટી, સુરભી તંબાકુવાળા, એસ.ટી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત રોટરી ક્લબના સભ્યો અને એસ.ટી. વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. સ્વયંસેવકો દ્વારા બસ સ્ટેન્ડના વિવિધ વિસ્તારોમાંથી કચરો એકત્ર કરી સફાઈ કરવામાં આવી હતી.જાહેર પરિવહનના સ્થળે દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી સ્વચ્છતા જાળવવા તંત્ર સાથે નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે. નિયમિત સફાઈ ઝુંબેશથી બસ સ્ટેન્ડ પરિસર સ્વચ્છ રહેવાની સાથે મુસાફરોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, હવે સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત દર રવિવારે વિવિધ સેવાભાવી સંસ્થાઓને સાથે રાખીને સફાઈ ઝુંબેશ યોજવામાં આવશે. જાહેર સ્થળો પણ પોતાના ઘર જેટલા જ સ્વચ્છ રહે તે માટે નાગરિકોની ભાગીદારી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. મુસાફરોની સુવિધા માટે બસો અને બસ સ્ટેન્ડ પરિસરમાં ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને કચરો ગમે ત્યાં ન ફેંકી ડસ્ટબિનનો ઉપયોગ કરવા તેમજ બસ સ્ટેન્ડની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.


Share

Related posts

જંબુસર તાલુકાનાં ઉમરા ગામ પાસે એસટી બસે બે મોટરસાયકલોને અડફેટમાં લેતા એકનું મોત બે ધાયલ

ProudOfGujarat

ભરૂચ : જંબુસરના વેડચ-ઉબેર માર્ગ ઉપર વરસાદી પાણીમાં એસ.ટી બસ ફસાઈ, મુસાફરો સલામત રીતે બહાર નીકળ્યા

ProudOfGujarat

વલસાડ જિલ્લામાં મેધરાજાની મહેર ઉમરગામ અને ધરમપુર તાલુકામાં ૭-૭ ઇંચ વરસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!