Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 5 વર્ષ જૂની એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપી ઝડપાયા

Share

 

ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વર્ષ 2021માં શ્રવણ ચોકડી પાસેથી ચોરાયેલી એક્ટિવા મોપેડ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીની એક્ટિવા તથા ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે ₹1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના અને PI આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ધોળીકૂઈ બજાર તરફ જતા માર્ગ પરથી નંબર પ્લેટ વગરની એક્ટિવા સાથે અબ્દુલકાદીર મુલ્લા નામના શખ્સને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની સઘન પૂછપરછમાં એક્ટિવા ચોરીની હોવાની હકીકત બહાર આવી હતી.વધુ તપાસ દરમિયાન અબ્દુલકાદીરે જણાવ્યું હતું કે એક્ટિવા તેના પિતરાઈ ભાઈ તમીમ અહેમદ કોન્ટ્રાક્ટરે સિતપોણ ગામના રફીક ફોદીવાલા પાસેથી ખરીદી હતી. જેથી પોલીસે તમીમ અહેમદ અને રફીક ફોદીવાલાને પણ બોલાવી પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ એક્ટિવા વર્ષ 2021માં ભરૂચની શ્રવણ ચોકડી પાસેથી ચોરાઈ હતી, જે અંગે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે આશરે ₹45 હજારની કિંમતની એક્ટિવા તેમજ ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ ₹1.15 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

તિલકવાડા કાટકોઈ ગામે ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં સ્ટીલ નીચે દબાઈ જતા કામદારનું મોત,ત્રણનો આબાદ બચાવ. 

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં આંબલી ગામ 6 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થતાં દોડધામ.

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!