Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં ભવ્ય રેલી, વોર્ડ-2માં પાણીની બોટલોનું વિતરણ : આદિવાસી ભાઈ-બહેનો માટે કાઉન્સિલરો દ્વારા સેવાકાર્ય; ભાઈચારો અને માનવતાનો સંદેશ અપાયો

Share

 

ભરૂચ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન શહેરમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ઝલક જોવા મળી હતી.

Advertisement

રેલી મદીના હોટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. 2ના કાઉન્સિલરો દ્વારા રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈ-બહેનો માટે પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમી વચ્ચે રેલીમાં જોડાયેલા લોકો માટે પાણીની વ્યવસ્થા કરી સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાઉન્સિલર સમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, પાણીનું વિતરણ માત્ર એક સેવા નથી, પરંતુ ભાઈચારા, માનવતા અને સેવાભાવનાનું પ્રતિક છે. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને આગવી ઓળખનું સન્માન કરવું સૌની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, જનસેવાનો સંકલ્પ સતત ચાલુ રાખી સમાજના તમામ વર્ગોની સાથે રહી સેવા કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પ્રસંગે વોર્ડ નં. 2ના કાઉન્સિલર સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ, મોહસીન પટેલ સહિતના આગેવાનોએ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

અધિકમાસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે બ્રહ્મભોજનનું આયોજન : ગૌપૂજન અને પુણ્યદાન સાથે મોટી અગિયારસે ભક્તિમય માહોલ

ProudOfGujarat

ભરૂચમાં સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી લકઝરી બસોને નો-એન્ટ્રી.

ProudOfGujarat

ભરૂચ શહેર ના નગર પાલિકાના વોર્ડ માં ચૂંટાયેલા સભ્યોની કમ્પ્લેન ઉપર પાલિકાનું તંત્ર ધ્યાન ન આપતું હોય આજ રોજ પાલિકા કચરી ખાતે પાલિકા ના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!