Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં માછીમારોને સિઝન ફળી, બીજા જૂવારમાં હિલ્સાનો સારો ફાલ : રોજની અંદાજે રૂ. 6થી 7 કરોડની માછીમારીની આવક, શ્રાવણી બીજ સુધી દરિયો ખેડશે માછીમારો

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ માછીમારો માટે માછીમારીની સિઝન શરૂ થઈ ગઈ છે. દેવપોઢી અગિયારસથી બીજા જૂવારનો પ્રારંભ થતાં માછીમારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલા જૂવારની જેમ બીજા જૂવારમાં પણ હિલ્સા માછલીનો સારો ફાલ મળતાં માછીમારોમાં ખુશીનો માહોલ છે. માછીમાર આગેવાનોના જણાવ્યા અનુસાર હાલમાં રોજની અંદાજે રૂ. 6થી 7 કરોડની માછીમારી થઈ રહી છે.

ભરૂચ જિલ્લામાં નદી કિનારે વસતા અંદાજે 20 હજારથી વધુ માછીમાર પરિવારો માટે ચોમાસાની સિઝન ખાસ મહત્વ ધરાવે છે. દરિયામાંથી નર્મદા નદીના મીઠા પાણીમાં ઈંડા મૂકવા માટે આવતી હિલ્સા માછલીને પકડીને માછીમારો આખા વર્ષની આવક મેળવતા હોય છે. છેલ્લા બે વર્ષથી નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણીનો સારો પ્રવાહ રહેતાં આ વર્ષે પણ હિલ્સા માછલીએ નર્મદાના મીઠા પાણી તરફ રૂખ કર્યું છે. આપ પ્રાઉડ ઓફ ગુજરાત ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. દેવપોઢી અગિયારસે દરીયાદેવની પૂજા કરી માછીમારો બોટ લઈને માછીમારી માટે દરિયામાં ઉતરે છે. પ્રથમ જૂવારમાં સારો ફાલ મળ્યા બાદ બીજા જૂવારમાં પણ માછીમારો ભારે ઉત્સાહ સાથે દરિયો ખેડી રહ્યા છે. માછીમાર આગેવાનોના જણાવ્યા મુજબ એક બોટ દીઠ રોજના 100થી વધુ હિલ્સા માછલી જાળમાં પકડાઈ રહી છે.  હાલ અંદાજે 1,200 જેટલી બોટ માછીમારી માટે દરિયામાં જાય છે. જેના આધારે રોજની રૂ. 6થી 7 કરોડની માછીમારી થતી હોવાનું અનુમાન છે. આપ પ્રાઉડ ઓફ ગુજરાત ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યાં છો. શ્રાવણી બીજ સુધી માછીમારો માછીમારી કરશે. ત્યારબાદ ત્રીજા અને ચોથા જૂવારમાં પણ હિલ્સાનો સારો ફાલ મળવાની આશા માછીમારો રાખી રહ્યા છે.

દેવપોઢી અગિયારસના એક સપ્તાહ પૂર્વે શરૂ થતા એક્સ્ટ્રા જૂવારમાં પણ કેટલાક માછીમારો દરિયો ખેડતા હોય છે. ચાલુ વર્ષ તેમજ ગત વર્ષે એક્સ્ટ્રા જૂવારમાં પણ સાગરખેડૂઓને સારો ફાલ મળ્યો હતો.   સૂત્રોના જણાવ્યા અનુસાર એક બોટ દીઠ 300થી 500 જેટલી હિલ્સા માછલી પકડાઈ હતી. જોકે, દેવપોઢી અગિયારસે દરીયાદેવની પૂજા બાદ જ મોટાભાગના માછીમારોએ વિધિવત રીતે માછીમારીની શરૂઆત કરી હતી.

હિલ્સા માછલી મીઠા પાણીમાં ઈંડા મૂકવા માટે દરિયામાંથી નદી તરફ આવે છે. માછીમારોના જણાવ્યા મુજબ નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણીનો પૂરતો પ્રવાહ તેમજ વરસાદી પાણીની આવક રહેતાં મીઠા પાણીનો પ્રવાહ હિલ્સા માછલીને આકર્ષે છે. સામાન્ય રીતે ભરતીના સમયે માદા હિલ્સા મીઠા પાણી તરફ પ્રયાણ કરે છે, જ્યારે ઓટના સમયે નર માછલી ઊંધી લહેર સામે તરીને મીઠા પાણી તરફ આવે છે.


Share

Related posts

નર્મદાના નીર ગયા નીચાઃ છેલ્લા 48 કલાકમાં ડેમની જળસપાટીમાં ઘટાડો

ProudOfGujarat

નડિયાદના રેલવે સ્ટેશન પર યુવકને ઇજા પહોંચાડી અજાણ્યા ઇસમો લૂંટ કરી ફરાર.

ProudOfGujarat

ભરૂચ ના કુકરવાડા તળાવ ફળિયા ના એક મકાન માં તસ્કરો ત્રાટકી ૧.૬૦ લાખ ઉપરાંત ની ચોરી કરતા ભારે ચકચાર મચ્યો હતો…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!