Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા ભરૂચ નગરપાલિકાની અપીલ :  મેનહોલના ઢાંકણા ખોલવા કે નુકસાન પહોંચાડવા સામે ચેતવણી, ગટર વ્યવસ્થા ચોક-અપ અને બેકફ્લોની સમસ્યા સર્જાવાની શક્યતા

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર (UGD)માં ન કરવા અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ, ગાંધીનગર દ્વારા AMRUT, SJMMSVY સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી છે, જે હાલમાં કાર્યરત છે.

નગરપાલિકાના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટર વ્યવસ્થા માત્ર ઘરગથ્થુ વપરાશ બાદના ગંદા પાણી અને સીવેજને પમ્પિંગ સ્ટેશન મારફતે STP સુધી પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

નગરપાલિકાના ધ્યાને આવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ભૂગર્ભ ગટરના મેનહોલના ઢાંકણા ખોલી દેવામાં આવે છે અથવા તેને નુકસાન પહોંચાડવામાં આવે છે. આવી ગેરરીતિને કારણે મોટી માત્રામાં વરસાદી પાણી UGD લાઇનમાં પ્રવેશી જાય છે. જેના કારણે ગટર લાઇન ચોક-અપ થવાની શક્યતા રહે છે.

ગટર વ્યવસ્થા ચોક-અપ થતાં રહેણાંક મકાનોના ગટર જોડાણમાંથી ગંદા પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને ઘરની ચેમ્બરમાં ગંદુ પાણી પાછું ભરાઈ જવાની એટલે કે બેકફ્લોની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. આ ઉપરાંત પમ્પિંગ સ્ટેશન અને STP પર પણ બિનજરૂરી ભાર વધતા સમગ્ર ગટર વ્યવસ્થા તેમજ STPની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

નાગરિકોને નગરપાલિકાની અપીલ

ભરૂચ નગરપાલિકાએ નાગરિકોને ભૂગર્ભ ગટરના મેનહોલના ઢાંકણા જાતે ખોલવા કે તેને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી છે. વરસાદી પાણીના નિકાલ માટે UGDનો ઉપયોગ ન કરી ઉપલબ્ધ સ્ટોર્મ વોટર ડ્રેનેજ અથવા કુદરતી નિકાલ વ્યવસ્થાનો ઉપયોગ કરવા જણાવાયું છે.

જો કોઈ સ્થળે મેનહોલ ખુલ્લો અથવા નુકસાનગ્રસ્ત જણાય તો તેની જાણ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાને કરવા પણ અપીલ કરવામાં આવી છે.

“આપનો થોડોક સહકાર શહેરની સમગ્ર ગટર વ્યવસ્થાને સુરક્ષિત રાખવામાં મહત્વનો ફાળો આપી શકે છે. સ્વચ્છ શહેર – સુરક્ષિત ગટર વ્યવસ્થા – આપણી સૌની જવાબદારી.”


Share

Related posts

ભરૂચમાં યુવાનને અજાણ્યા બાઇક સવાર તરફથી ધમકી: “ફરી રસ્તા પર દેખાયો તો જાનથી મારી નાખીશ

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી ૧૩૨.૬૦ મીટરે નોંધાઈ

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ઉતરાજ ગામે ઉતરાજ અને ધમરાડ ગામની સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!