Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કસકના વરસાદી પાણીમાં ફસાયેલી વિદ્યાર્થિનીઓને પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી :  સી-ડિવિઝન PI એન.આર. ચૌધરીની સમયસૂચકતા; પોલીસ વાહનમાં નર્મદા કોલેજ પહોંચાડી વિદ્યાર્થિનીઓની પરીક્ષા બચાવી

Share

 

ભરૂચ :
ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે કસક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન કસક વિસ્તારમાં વરસાદી પાણીમાં ફસાયેલી નર્મદા કોલેજની વિદ્યાર્થિનીઓ માટે સી-ડિવિઝન પોલીસે મદદનો હાથ લંબાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement

મળતી માહિતી મુજબ, ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નર્મદા કોલેજમાં પરીક્ષા આપવા જતી કેટલીક વિદ્યાર્થિનીઓ કસક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં ફસાઈ ગઈ હતી. પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હોવાથી વિદ્યાર્થિનીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી.

વિદ્યાર્થિનીઓ વરસાદી પાણીમાં ફસાઈ હોવાની જાણ થતાં સી-ડિવિઝન પોલીસ મથકના PI એન.આર. ચૌધરીએ તાત્કાલિક પોલીસ વાહનની વ્યવસ્થા કરાવી હતી. પોલીસકર્મીઓએ વિદ્યાર્થિનીઓને સુરક્ષિત રીતે પોલીસ વાહનમાં બેસાડી નર્મદા કોલેજ ખાતે પહોંચાડી હતી. જેના કારણે વિદ્યાર્થિનીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષા આપી શકી હતી.

ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે પોલીસે સમયસૂચકતા દાખવી વિદ્યાર્થિનીઓની મદદ કરતાં પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. મુશ્કેલીના સમયે પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જ નહીં, પરંતુ નાગરિકોની મદદ માટે પણ તત્પર રહે છે તેનો આ બનાવ વધુ એક પુરાવો બન્યો છે.


Share

Related posts

ઝઘડિયા પંથકમાં બુટલેગરો સામે પોલીસ વિભાગની તવાઇ, બે સ્થળે દરોડામાં હજારોનો મુદ્દામાલ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને છઠ પર્વનું સમાપન થયું

ProudOfGujarat

કાવ્યા થાપરનું નવું ગીત પારસ અરોરા સાથે ઝી મ્યુઝિક પર રિલીઝ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!