Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મછાસરામાં ખુલ્લી ગટરમાં પડી બે વર્ષના માસૂમનું મોત : કલાકોની શોધખોળ બાદ વિહાનનો મૃતદેહ મળ્યો; રહેણાંક વિસ્તારમાં ખુલ્લી ગટર સામે રોષ

Share

 

ભરૂચ :

Advertisement

આમોદ તાલુકાના મછાસરા ગામમાં રાત્રિના સમયે બનેલી કરુણ ઘટનામાં ખુલ્લી ગટરમાં પડી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. રહેણાંક વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાના કારણે વિહાન શૈલેષ રાઠોડ ગટરમાં પડી ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કલાકોની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મળતી માહિતી મુજબ મછાસરા ગામના રહેણાંક વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. દરમિયાન બે વર્ષનો વિહાન અચાનક ગટરમાં પડી ગયો હતો. બાળક ગટરમાં પડી ગયાની જાણ થતાં જ પરિવારજનો તેમજ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલી શોધખોળ દરમિયાન ખુલ્લી ગટરમાંથી વિહાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

બાળકને બચાવવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધરાયા હતા. તેને રિક્ષામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબોએ વિહાનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કરુણ આક્રંદ ફેલાયો હતો.

બે વર્ષના માસૂમના અચાનક મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે સમગ્ર મછાસરા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. રહેણાંક વિસ્તારમાં ખુલ્લી ગટરનું ઢાંકણું કોની બેદરકારીથી ખુલ્લું રહ્યું અને ગટર આસપાસ સલામતીની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. માસૂમના મોત બાદ તંત્ર દ્વારા ખુલ્લી ગટરોની સલામતી અંગે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.


Share

Related posts

ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ઝઘડિયા ખાતે આપવા વિદ્યાર્થીઓની માંગ.

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી GIDC માં આવેલ ન્યુટેક એગ્રો કંપનીમાં કર્મચારીને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડાયો.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં “તાઉતે” વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે તાગ મેળવતા કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!