Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવાડેરામાં મધરાતે જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી :  દાજી કલ્યાણની ખડકીમાં રાત્રે 12 વાગ્યે મકાન પડતાં અફરાતફરી; સદનસીબે જાનહાનિ ટળી

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરના નવાડેરા નજીક દાજી કલ્યાણની ખડકી વિસ્તારમાં મધરાતે જર્જરિત મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રાત્રિના આશરે 12 વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં મકાનનો કાટમાળ રસ્તા સહિત આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. જોકે, સદનસીબે ઘટના સમયે કાટમાળ નીચે કોઈ વ્યક્તિ આવી ન હોવાથી જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં આવેલું આ મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. મકાનની સ્થિતિ અત્યંત જોખમી હોવા છતાં તેના કારણે આસપાસના લોકોમાં સતત ભયનો માહોલ હતો. દરમિયાન મધરાતે અચાનક મકાનનો ભાગ ધડાકાભેર તૂટી પડતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા.

મકાન ધરાશાયી થતાં તેનો કાટમાળ રસ્તા પર તેમજ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, રાત્રિનો સમય હોવાથી રસ્તા પર અવરજવર ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

તંત્રએ અગાઉ કાર્યવાહી કરી હતી કે નહીં?

ઘટના બાદ હવે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ જર્જરિત મકાન અંગે પાલિકા તંત્ર દ્વારા અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં? જો નોટિસ આપવામાં આવી હોય તો તેનો અમલ કેટલો થયો હતો? મકાનની જોખમી સ્થિતિ અંગે જાણ હોવા છતાં સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં, તે મુદ્દે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોએ માંગ કરી છે કે ભરૂચ શહેરમાં હજુ પણ આવા જર્જરિત અને જોખમી મકાનો આવેલા હોય તો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે. જોખમી મકાનોની ઓળખ કરી જરૂરી નોટિસ તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં મકાન ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ ન સર્જાય.


Share

Related posts

ભરૂચ : ડો. બાબા સાહેબ આંબેડકર વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ.

ProudOfGujarat

વાંકલ માં ડ્રોન કેમેરા ની મદદ થી પોલીસે જાહેર નામા નો ભંગ કરનાર બે ઈસમો ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર આજે રેલ્વે પ્લેટફોર્મ ઉપરના ફૂટ બ્રિજ ઉપરથી એક એકટીવા ચાલક બિંદાસ પસાર થતો જોવા મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!