Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદનો ઉકળાટ : જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઈમ્તિયાજ પટેલે તમામ હોદ્દા સહિત પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું : ‘એક વ્યક્તિ, અનેક પદ’ અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણનાનો આક્ષેપ, હાલ કોઈ પક્ષમાં જોડાવાની ઈચ્છા નહીં હોવાનો ખુલાસો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને સંગઠનાત્મક અસંતોષની ચર્ચા વચ્ચે જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઈમ્તિયાજ પટેલે પક્ષના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પટેલના રાજીનામાથી ભરૂચ કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ફરી એકવાર અસંતોષ સપાટી પર આવ્યો છે.

ઈમ્તિયાજ પટેલે કોંગ્રેસના ટોચના નેતૃત્વ સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે ભરૂચ કોંગ્રેસમાં એક જ જૂથનું વર્ચસ્વ ચાલી રહ્યું છે અને નિષ્ઠાવાન કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે. સંગઠનમાં ‘એક વ્યક્તિ, બહુવિધ પદ’ની નીતિ અપનાવવામાં આવતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, અમુક લોકોને વારંવાર સંગઠનમાં મહત્વના હોદ્દા આપવામાં આવતા હોવાથી પાયાના કાર્યકરોનું મનોબળ તૂટી રહ્યું છે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે યુવાનોના રોજગાર, અધિકાર અને ભવિષ્યના પ્રશ્નો ઉઠાવવાનો દાવો કરનાર પક્ષ જ જો આ મુદ્દે દિશાહીન બની જાય તો આવા નેતૃત્વ હેઠળ કામ કરવું તેમના અંતરાત્મા સાથે દગો કરવા સમાન છે. પક્ષમાં ચાલતી ચમચાગીરી અને જૂથવાદ સામે લાચારી સ્વીકારવાને બદલે તેમણે કોંગ્રેસથી કાયમી વિદાય લેવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

હાલ અન્ય પક્ષમાં જવાનો ઈનકાર

રાજીનામા બાદ પોતાના આગામી રાજકીય વલણ અંગે ઈમ્તિયાજ પટેલે સ્પષ્ટતા કરી હતી કે હાલ તુરંત તેઓ કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાવાના નથી. તેઓ રાજકીય પક્ષના બંધનોથી દૂર રહીને સામાજિક કાર્યકર તરીકે લોકો વચ્ચે કામ કરવાની વાત કરી છે. પટેલના જણાવ્યા અનુસાર, પદ અને હોદ્દા કરતાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવી વધુ મહત્વની છે. પક્ષીય છત્રછાયા વિના પણ ભરૂચના યુવાનો અને જનતાના પ્રશ્નો માટે તેઓ મેદાનમાં રહેશે. તેમના રાજીનામાથી ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અંગેની ચર્ચાને વધુ વેગ મળ્યો છે.જોકે, ઈમ્તિયાજ પટેલ દ્વારા કરવામાં આવેલા જૂથવાદ, અવગણના અને સંગઠનાત્મક નીતિ અંગેના આક્ષેપો અંગે કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.


Share

Related posts

હાલોલ ખાતે રથયાત્રા પૂર્વે તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

જંબુસર ખાતે આંગડિયા પેઢીના કર્મચારીને છરાની અણીએ લૂંટનારા ત્રણ લૂંટારુ ગણતરીના કલાકોમાં ઝડપાયા, બે લૂંટારુ સરનાર ગામના તો અન્ય એક સુરતનો નીકળ્યો

ProudOfGujarat

લીંબડીના વોર્ડ નંબર 2 માં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!