Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દેણવા ગામે ખેતરમાં ખાતર છાંટતી મહિલા પર વીજળી પડતાં મોત : 40 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત; આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

Share

 

ભરૂચ :

Advertisement

આમોદ તાલુકાના દેણવા ગામે ગાજવીજ સાથે વરસાદી માહોલ વચ્ચે ખેતરમાં ખાતર છાંટતી મહિલા પર અચાનક વીજળી પડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, દેણવા ગામે રહેતાં 40 વર્ષીય કપીલાબેન વિનોદ સોલંકી પોતાના ખેતરમાં ખાતર છાંટવાનું કામ કરવા માટે ગયાં હતાં. દરમિયાન તેઓ ખેતરમાં ખાતર છાંટી રહ્યાં હતાં ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.

આ દરમિયાન કપીલાબેન કંઈ સમજે તે પહેલાં અચાનક તેમના પર વીજળી પડતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જમીન પર ઢળી પડ્યાં હતાં. ઘટનાની જાણ થતાં આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા લોકો તેમજ પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા.

કપીલાબેનને તાત્કાલિક ખાનગી વાહન મારફતે આમોદની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કરતાં કપીલાબેનનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

બનાવની જાણ થતાં આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમણે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમજ પોલીસ વિભાગ અને તાલુકા વિકાસ અધિકારીને જરૂરી સૂચનાઓ આપી હતી.

બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


Share

Related posts

અમદાવાદ-દેત્રોજના ચુંવાળ ડાંગરવા ગામનો બનાવ-પત્નિ સાથે આડા સબંધની શંકા રાખી પ્રેમીની હત્યા..

ProudOfGujarat

દક્ષિણની અભિનેત્રી અમલા પૌલનું બોલીવૂડમાં ડેબ્યુ, અજય દેવગણ સાથે કામ કરશે

ProudOfGujarat

ટેકાનાં ભાવે ઘઉં ખરીદવા સરકારની માન્યતા : માંગરોળ ખાતે નોંધણી શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!