Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

ઝાડેશ્વરમાં એક્ટિવાને નુકસાન મુદ્દે બોલાચાલી બાદ મારામારી : બે શખ્સોએ પિતા-પુત્ર સહિત ચારને માર માર્યાનો આક્ષેપ, ટાઇલ્સના ટુકડાથી હુમલામાં પિતા-પુત્રને ટાંકા

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક્ટિવા વાહનને મોટરસાયકલની ટક્કર લાગતાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. મોટરસાયકલચાલક સહિત બે શખ્સોએ પિતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ સાથે ઝપાઝપી કરી માર માર્યો હોવાની ફરિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તના નિવેદનના આધારે નોંધાઈ છે. મારામારી દરમિયાન ટાઇલ્સના ટુકડાથી હુમલો થતાં પિતા-પુત્રને માથા તથા ચહેરાના ભાગે ઇજા થતાં ટાંકા લેવા પડ્યા હતા.

ફરિયાદ મુજબ ઝાડેશ્વરના GEB પ્લાન્ટ પાછળ કોઠી ફળિયામાં રહેતા શ્રીરામ લાલબહાદુર ગોંડ પરિવાર સાથે રહે છે અને કડિયાકામની મજૂરી કરે છે. તા. 25 સપ્ટેમ્બરના રોજ સાંજે પોણા ચાર વાગ્યાના અરસામાં ફળિયામાં મોટરસાયકલ સ્લીપ ખાવાનો અવાજ સંભળાતા શ્રીરામ તથા તેમનો મોટો પુત્ર દેવા ઘરની બહાર આવ્યા હતા. ત્યાં R1-5 મોટરસાયકલ નં. GJ-16-DH-3502 સ્લીપ ખાધેલી હાલતમાં પડી હતી, જ્યારે નજીકમાં પાર્ક કરેલી એક્ટિવા નં. GJ-16-DM-2453 પણ નીચે પડી ગઈ હતી.

એક્ટિવાના નુકસાન મુદ્દે હિરલબેને મોટરસાયકલચાલક પાસે ખર્ચ માગતા તેણે ઉશ્કેરાઈ હિરલબેનને ધક્કો મારી ગાળો બોલ્યાનો આક્ષેપ છે. ત્યારબાદ દેવા અને મોટરસાયકલચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ બાદમાં મોટરસાયકલચાલક અને તેની પાછળ બેઠેલો ઇસમ દેવાની એક્ટિવા અટકાવી ફરી ગાળો બોલવા લાગ્યા હતા. દરમિયાન શ્રીરામની પત્ની કિરણ પણ ત્યાં પહોંચી હતી. બંને શખ્સોએ દેવા તથા કિરણ સાથે ઝપાઝપી કરી ઢીંકાપાટુનો માર માર્યો હતો.

પિતા-પુત્ર વચ્ચે પડતાં મોટરસાયકલચાલકે નજીકમાંથી સિમેન્ટની ટાઇલ્સનો ટુકડો ઉઠાવી સાહિલના માથામાં માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા શ્રીરામને પણ ટાઇલ્સના ટુકડાથી ડાબા ગાલના ઉપરના ભાગે માર વાગ્યો હતો. ઘટનામાં સાહિલના માથામાંથી લોહી નીકળ્યું હતું.

બૂમાબૂમ થતાં બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શ્રીરામ અને સાહિલને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેને ટાંકા આવ્યા હતા. દેવા અને કિરણને પણ સામાન્ય ઇજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી.

ફરિયાદમાં મોટરસાયકલચાલક તરીકે દુર્લભ દિનેશભાઈ વસાવા, રહે. ઝાડેશ્વર તથા પાછળ બેઠેલા આયુષ રાહુલભાઈ રાઠોડ, રહે. મક્તમપુરના નામ સામે આવ્યા છે. બંને વિરુદ્ધ કાયદેસરની તપાસની માંગ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાંથી શંકાસ્પદ ભંગારનાં જથ્થા સાથે 6 ઈસમોની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

લીંબડી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે જવાનોને ગ્રામ રક્ષક દળની તાલીમ અપાઈ.

ProudOfGujarat

વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!