Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લા સહકારી બેંકોમાં વહીવટદારની નિમણૂક અને ડિરેક્ટરોના કાર્યકાળની તપાસની કોંગ્રેસની માંગ : પ્રદેશ કોંગ્રેસનું સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રારને આવેદનપત્ર | 12 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજવાની રજૂઆત

Share

ભરૂચ:

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યની સહકારી બેંકો અને મંડળીઓમાં કથિત ગેરરીતિઓ તથા લાંબા સમયથી પેન્ડિંગ ચૂંટણીના મુદ્દે રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, તુપારભાઈ ચૌધરી તથા ગુજરાત રાજ્ય સહકાર સંકલન સમિતિના કન્વીનર અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા સહિતના આગેવાનોએ સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Advertisement

કોંગ્રેસના જણાવ્યા મુજબ GSC સહિત જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, કોડીનાર, વડોદરા, અમરેલી, સુરત, જામનગર, ભરૂચ, મહેસાણા અને કચ્છ DCCB સહિત કુલ 12 સહકારી બેંકોની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કેટલીક જગ્યાએ ચૂંટણી યોજાઈ નથી. તેથી કાયદા મુજબ જરૂરી હોય ત્યાં તાત્કાલિક વહીવટદારની નિમણૂક કરવા તથા બાકી બેંકોમાં પારદર્શક રીતે સમયમર્યાદામાં ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી છે.

અમદાવાદ DCCBના ડિરેક્ટરોની પાત્રતા ચકાસવાની માંગ

કોંગ્રેસે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ આશરે 15 વર્ષથી કોર્ટ મામલાને કારણે ચૂંટણી પેન્ડિંગ છે. આ સ્થિતિમાં વર્તમાન ડિરેક્ટરોની પાત્રતા તથા કાર્યકાળ અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં RBIના તા.25 મે 2026ના બેન્કિંગ કાયદા સંબંધિત નવા નિયમોનો ઉલ્લેખ કરી સતત 10 વર્ષના કાર્યકાળ બાદ 3 વર્ષના કૂલિંગ-ઓફ પિરિયડની જોગવાઈ અંગે સંબંધિત બેંકોના ડિરેક્ટરોની પણ ચકાસણી કરવાની રજૂઆત કરાઈ છે.

દૂધ મંડળીઓમાં પારદર્શિતાની માંગ

કોંગ્રેસે પ્રાથમિક દૂધ મંડળીઓની નોંધણી, સભાસદપદ અને દૂધના બોનસની પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાની પણ માંગ કરી છે. બારડોલી સુગર જેવી સહકારી સંસ્થાઓની ચૂંટણી નિયમો અને નિર્ધારિત મંડળી મુજબ યોજવાની રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિયમવિરુદ્ધ ચૂંટણી યોજવાથી સભાસદોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સુમુલમાં કથિત રૂ.1000 કરોડની ગેરરીતિની તપાસનો મુદ્દો

કોંગ્રેસના મહામંત્રી દર્શનભાઈ સહિતના આગેવાનોએ સુમુલ ડેરીમાં રૂ.1000 કરોડની કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચાર અંગેની તપાસ પૂર્ણ ન થવાના મુદ્દે પણ રજૂઆત કરી હતી. આ મામલે નવસારી, તાપી, સુરત અને ભરૂચ જિલ્લા રજિસ્ટ્રારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વિવિધ સહકારી મંડળીઓના સભાસદો દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિ અંગે રજૂઆતો કરવા છતાં કેટલીક અરજીઓ પેન્ડિંગ છે અને સહકારી કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી પોતાની કાયદેસરની જવાબદારીનું પાલન ન કરનારા જિલ્લા રજિસ્ટ્રારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ પ્રસંગે સંદીપભાઈ માંગરોલા, જશુભાઈ પટેલ, હિમાંશુ પટેલ, નાનુંભાઈ વાઘાણી, ભરતસિંહ કોટીલા, રાજેન્દ્રસિંહ પરમાર, મુકેશભાઈ દેસાઈ, સંજય નિનામા સહિતના પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સહકારી ક્ષેત્રમાં લોકશાહી પ્રક્રિયા, કાયદાનું શાસન અને સભાસદોના હિતોનું રક્ષણ થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.


Share

Related posts

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં કુલ- ૨૬૭૩ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

ProudOfGujarat

ખૂનના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ અદાલત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા મહિલા અને બાળવિકાસની કચેરી દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!