Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચમાં સફાઈ ઝુંબેશ :રેલવે સ્ટેશનથી ગોદી રોડ સુધી સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ અપાયો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુરુવારે શહેરમાં વિશેષ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. રેલવે સ્ટેશનથી ગોદી રોડ સુધી હાથ ધરાયેલી સફાઈ કામગીરીમાં નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ સહિતના આગેવાનો તેમજ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા.

સફાઈ ઝુંબેશ દરમિયાન રેલવે સ્ટેશનથી ગોદી રોડ સુધીના માર્ગો તથા આસપાસના વિસ્તારોમાં સફાઈ કરી કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ સાથે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અને કચરો ન ફેલાવવા અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના આગેવાનો અને સફાઈ કર્મચારીઓની ઉપસ્થિતિમાં શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.

નગર સેવા સદન દ્વારા નાગરિકોને પણ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા તથા જાહેર સ્થળોએ કચરો ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી.


Share

Related posts

નાંદોદ તાલુકાના માંડણ ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનું બોર્ડ મારતા પ્રવાસીઓમાં નારાજગી.

ProudOfGujarat

અંકલેશ્વર : શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા ૧ લાખ ઉપરાંતની કરી ચોરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના આશા ફેસીલીટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!