વાંકલ :
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે વિદ્યાર્થી પરિષદ શપથ ગ્રહણ સમારોહ (‘ઇન્વેસ્ટીચર સેરેમની’) ભવ્ય રીતે યોજાયો હતો. આચાર્ય વૈભવ અગ્રવાલ અને સેક્રેટરી સંજય.જે.પરમાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા.આ કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજસેવક અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક ડૉ. મહેશભાઈ સવાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
શાળામાં લોકશાહી ઢબે ઇ-બેલેટ (E-Ballot) દ્વારા યોજાયેલી ચૂંટણી બાદ, મુખ્ય અતિથિના હસ્તે નવનિર્વાચિત હેડ બોય (વેદ પઢિયાર), હેડ ગર્લ (માનસી ભૈયા) અને ચારેય ગૃહના કેપ્ટનોને શપથ લેવડાવી બેજ એનાયત કરાયા હતા. પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં ડૉ.સવાણીએ જણાવ્યું હતું કે,”સાચું નેતૃત્વ બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં છે.”
આ પ્રસંગે CBSE ક્લસ્ટર XIII બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર શાળાની હોનહાર ખેલાડીઓ—ઝેનબ સિદાત, અંશિકા સિંહા અને શિક્ષા પરાશરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.અંતે, સ્મૃતિચિહ્ન અર્પણ અને રાષ્ટ્રગાન સાથે સમારોહની પૂર્ણાહુતિ થઈ હતી.
