ભરૂચ :
માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર દ્વારા રેલવે અકસ્માતમાં અકાળે અવસાન પામેલ તેમજ બિનવારસી અને જેઓની મૃત્યુતિથિ યાદ ન હોય તેવી તમામ દિવગત આત્માઓની શાંતિ અને મોક્ષાર્થે “સર્વ પિતૃ શ્રાદ્ધ” મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આગામી ૧૦/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે રેલવે સ્ટેશન, અંકલેશ્વર ખાતે વિશેષ પૂજા તથા મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આ ધાર્મિક અને પવિત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પિતૃઓની આત્માની શાંતિ માટેની પ્રાર્થનામાં જોડાવા સંસ્થામૂળ દ્વારા સૌ ધર્મપ્રેમી નાગરિકોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Advertisement
સંસ્થાનું નામ: માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ (રજી. નં. F-1665)
સ્થળ: બી-૩૫, સૂર્યકિરણ એન્ક્લેવ, કાપોદ્રા પાટીયા, અંકલેશ્વર, ભરૂચ – ૩૯૩૦૦૨
