Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ GRPની ‘તેરા તુજકો અર્પણ’ પહેલ : CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા રૂ.3.09 લાખના 17 મોબાઈલ મૂળ માલિકોને પરત

Share

 

ભરૂચ :

Advertisement

ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ રેલવે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CEIR પોર્ટલની મદદથી શોધી કાઢવામાં આવેલા ગુમ થયેલા 17 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. રિકવર કરાયેલા મોબાઈલની કુલ કિંમત રૂ.3,09,781 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પશ્ચિમ રેલવે હેઠળના વિવિધ રેલવે સ્ટેશનો પર મુસાફરોની ચીજવસ્તુઓની ચોરી તથા ગુમ થતી ચીજવસ્તુઓના બનાવોને અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ‘મિશન સેફ સ્ટેશન’ને વધુ અસરકારક બનાવવા પણ પોલીસને પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવા જણાવાયું હતું. આ સૂચનાઓના પગલે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈ અને એસ.કે. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા રેલવે સ્ટેશન તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી ગુમ થયેલા મોબાઈલ અને અન્ય સામાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસને મળેલી અરજીઓના આધારે ગુમ થયેલા મોબાઈલના IMEI નંબર CEIR પોર્ટલ પર અપલોડ કરી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ કોલ ડિટેઈલ્સ અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસ ટીમે અલગ-અલગ સ્થળેથી કુલ 17 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.રિકવર કરાયેલા તમામ મોબાઈલ ફોન જરૂરી ચકાસણી બાદ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. મોબાઈલ ફોન પરત મળતાં અરજદારોએ ભરૂચ GRPની કામગીરી બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. ‘


Share

Related posts

અભિનેત્રી સીરતે તેના તાજેતરના ફોટોશૂટમાંથી એક અદભુત Behind the seen વિડિઓ શેર કર્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 36 કલાકમાં સરેરાશ માત્ર 5.4 મી.મી વરસાદ વરસ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!