Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જૂના તવરા ગામે પોલીસની જનજાગૃતિ ગ્રામસભા : સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમો અને નવા ફોજદારી કાયદા અંગે ગ્રામજનોને માર્ગદર્શન

Share

 

ભરૂચ :

Advertisement

ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ઝાડેશ્વર પોલીસ ચોકી વિસ્તારમાં આવેલા જૂના તવરા ગામે જનજાગૃતિ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. PSI બી.એમ. ચાવડા અને PSI આર.એસ. પાટીલ દ્વારા ગ્રામજનોને સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમો તથા નવા ફોજદારી કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાયબર ફ્રોડથી બચવા OTP, UPI PIN, CVV, પાસવર્ડ કે બેંકિંગ વિગતો અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવા, અજાણી લિંક કે એપ્લિકેશનથી સાવચેત રહેવા તેમજ ડિજિટલ અરેસ્ટ, KYC અપડેટ અને ઓનલાઈન રોકાણની લાલચ જેવી છેતરપિંડીથી સાવધાન રહેવા સમજાવવામાં આવ્યું હતું. સાયબર ગુનાનો ભોગ બનતાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરાઈ હતી.

આ ઉપરાંત હેલ્મેટ, સીટબેલ્ટનો ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો અને નશામાં ડ્રાઇવિંગ ન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. BNS, BNSS અને BSA જેવા નવા ફોજદારી કાયદાઓ અંગે પણ સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ પોલીસ-જનતા વચ્ચે સંવાદ અને વિશ્વાસ વધુ મજબૂત કરવાનો રહ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ ઉજજીવન બેંકનું ATM તોડીને રૂપિયાની ચોરી કરવાનાં પ્રયાસમાં યુવાન CCTV કેમેરામાં કેદ થયો હતો.

ProudOfGujarat

માંગરોળમાં જન આશીર્વાદ યાત્રાના સ્વાગતની તૈયારી માટે ભાજપ સંગઠનની બેઠક યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા પોલીસ નો સપાટો ટ્યુશન ક્લાસો અને શાળાઓમાં વાહનો લઈ દોડતા નાના બાળકો પર પણ ખાસ નજર 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!