Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મહિલાઓ માટે ‘વુમન એમ્પાવરમેન્ટ સેન્ટર’ શરૂ :  કમ્પ્યુટરથી સિલાઈ-બ્યુટી પાર્લર અને રેઝિન આર્ટ સહિત વિવિધ તાલીમ મળશે

Share

 

ભરૂચ : મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ આપી તેમને રોજગારલક્ષી બનાવી આત્મનિર્ભર બનાવવાના હેતુથી ભરૂચમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. કંથારીયા રોડ પર જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલા ‘ઐમન પાર્ક’ ખાતે મહિલાઓ માટે ‘ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટર’ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Advertisement

ફેડરેશનના લેડીઝ વિંગના પ્રમુખ રૂબીના કાપડિયા અને ઉપપ્રમુખ શાહીન અસલમના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ સેન્ટરનો મુખ્ય હેતુ મહિલાઓને વિવિધ કૌશલ્યની તાલીમ આપી રોજગાર તથા સ્વરોજગારની તકો ઊભી કરવાનો છે.

સેન્ટર ખાતે મહિલાઓ માટે કમ્પ્યુટર એજ્યુકેશન, સિલાઈ, મહેંદી અને બ્યુટી પાર્લર જેવા કોર્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત બેકિંગ-કુકિંગ, હેમ્પર મેકિંગ, રેઝિન આર્ટ અને હેન્ડવર્ક સહિતના વિવિધ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે.

સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે સમાજના આગેવાનો, ફેડરેશનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પહેલ થકી મહિલાઓને ઘરઆંગણે કૌશલ્ય શીખવાની સાથે રોજગાર અને સ્વરોજગાર માટે નવી તકો પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

મહિલાઓને તાલીમબદ્ધ કરી તેમને આર્થિક રીતે વધુ સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલું આ કેન્દ્ર ભરૂચમાં મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહે તેવી અપેક્ષા છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

ભરૂચ: મોડી રાત્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક

ProudOfGujarat

વાપીની જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ડાયવર્ઝન રસ્તાઓ પર ટ્રાફિકની ભરમાર, તંત્ર સુચારુ આયોજનના પ્રયાસમાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!