Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો સમય આવ્યો : પ્રભારીમંત્રી : ભરૂચમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનું લોકાર્પણ

Share

 

ભરૂચ : રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની પેદાશોના યોગ્ય વેચાણ માટે બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભરૂચમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઝાડેશ્વર સ્થિત સાંઈબાબા મંદિર ખાતે ગૌ એકતા એગ્રી પ્રોડ્યુસર કંપની લિ. દ્વારા શરૂ કરાયેલા કેન્દ્રનું લોકાર્પણ જિલ્લાના પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારીમંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના વધુ પડતા ઉપયોગથી આરોગ્ય અને પર્યાવરણ સામે પડકારો ઊભા થયા છે. તેમણે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને ગાય આધારિત ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, “જેમ ફેમિલી ડોક્ટર હોય છે, તેમ હવે ફેમિલી ફાર્મરનો સમય આવી ગયો છે.” પ્રાકૃતિક ખેતીની પેદાશોને યોગ્ય બજાર મળે તે માટે વેચાણ કેન્દ્રો મહત્વની ભૂમિકા ભજવશે તેમ તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

પાલેજ ખાતે ટ્રાફિક પોલીસ ચોકી પોલીસ ઇન્સ્પેકટરના હસ્તે ખુલ્લી મુકાઇ.

ProudOfGujarat

પાલેજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે મહિનાઓથી પીવાના પાણીની પાઇપલાઈનોમાં ભંગાણ સર્જાતા ગટર યુક્ત પાણી પીવા લોકો મજબુર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!