Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વીજ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ખેડૂતોમાં રોષ, આંદોલનની ચીમકી : સુરત-ભરૂચના અસરગ્રસ્ત ખેડૂતોની ઓલપાડના આંધી ગામે બેઠક : 12મીએ સુરત કલેક્ટર કચેરીએ રજૂઆત, માંગ નહીં સંતોષાય તો હાઈવે ચક્કાજામની ચીમકી

Share

 

સુરત/ભરૂચ:

Advertisement

ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરવાના મુદ્દે ખેડૂતોમાં સરકાર સામે અસંતોષ વધી રહ્યો છે. ઊર્જા વિભાગના નવા પરિપત્ર તેમજ ‘ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ’ હેઠળ કરવામાં આવતા હુકમો સામે સુરત અને ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.

આ મુદ્દે સુરત-ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો ઓલપાડ તાલુકાના આંધી ગામે એકત્ર થયા હતા અને આગામી દિવસોમાં સરકાર સામે આંદોલન ઉગ્ર બનાવવાની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

કિસાન કોંગ્રેસના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમનો ખેડૂતો વિરોધ કરશે. આગામી 12મી તારીખે અસરગ્રસ્ત ખેડૂતો સુરત કલેક્ટર કચેરીએ પહોંચીને હુકમ રદ કરવાની માંગ સાથે રજૂઆત કરશે.

વધુમાં ઓલપાડમાં ‘સત્યાગ્રહ છાવણી’ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જો ખેડૂતોની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી તબક્કામાં નેશનલ હાઈવે-48 અથવા એક્સપ્રેસ હાઈવે બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે તેમની રજૂઆતોને યોગ્ય મહત્વ આપવામાં આવતું નથી અને મોટા ઉદ્યોગ જૂથોને ફાયદો પહોંચાડવા માટે ખેડૂતોના હિતોની અવગણના થઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જમીનના બજાર ભાવના ચાર ગણા વળતરના નિયમોનો પણ યોગ્ય અમલ થતો નથી.

આ મુદ્દે આગામી 12મીએ યોજાનારી રજૂઆત બાદ સરકારનું વલણ શું રહે છે તેના પર સૌની નજર છે. માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેતો ખેડૂતો દ્વારા આપવામાં આવ્યા છે.


Share

Related posts

બ્રિટિશ PM બોરિસ જોનસનની પાર્ટીના સાંસદની ચાકુ મારી હત્યા : પોલીસે કરી આરોપીની ધરપકડ

ProudOfGujarat

હરિયાણા ખાતેથી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત રેલ્વે ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

મધ્યપ્રદેશની સગીરાને 181 અભયમની ટીમે મદદ કરી બાલિકા સંરક્ષણ ગૃહમાં આશ્રય આપ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!