Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય કક્ષાએ ઝઘડિયાના બે વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ : ભોપાલના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે મહાત્મા ગાંધી જન્મજયંતીની ઉજવણીમાં મળ્યું વિશેષ આમંત્રણ

Share

 

ભરૂચ

Advertisement

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા નવા ટોઠીદરાના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ માછી ભાવિક રમેશભાઈ અને પટેલ જેનિલ અશોકભાઈએ ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.

બંને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની નોંધ લેવાતા તેમને તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં મહાત્મા ગાંધી જન્મજયંતીની ઉજવણીમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં આમંત્રણ મળવું શાળા, શિક્ષકો, વાલીઓ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની બાબત બની છે.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ માર્ગદર્શક તરીકે શિક્ષક પટેલ ઉર્વેશકુમાર દિનેશભાઈનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપી તેમની પ્રતિભાને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સરકારી શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કરતાં સમગ્ર શાળા પરિવાર અને શિક્ષણ જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે બંને વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષક તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

ડેડીયાપાડા રાલડા બસસ્ટેન્ડપાસેથી સૂકા ગાંજા સહિત ૫ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચની પટેલની મોટેલ ખાતે શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ ભરૂચ અને નર્મદા જિલ્લાની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત પુરુષ અને સગીરાનાં આપધાત કેસમાં પડવાણિયાનાં સરપંચ સહિત 7 લોકો સામે આપધાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!