Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભીલોડ ખાતે વંચિત જૂથના બાળકોને શૈક્ષણિક સહયોગ તથા નવ-નિર્મિત ઓરડાનું ભવ્ય લોકાર્પણ

Share

ભીલોડ :
વિકસિત ભારત ૨૦૪૭ – સેવા સંકલ્પ અભિયાન “સેવા મારું યોગદાન” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વંચિત જૂથના બાળકોને શૈક્ષણિક સહયોગ પૂરો પાડવાના જિલ્લા કક્ષાના વિશેષ કાર્યક્રમ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ભીલોડ ખાતે નવ-નિર્મિત વર્ગખંડ ઓરડાના લોકાર્પણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડિમ્પલબેન રાજ મુખ્ય મહેમાન તરીકે અને ઝઘડિયાના લોકપ્રિય ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મામલતદારશ્રી જીગ્નેશભાઈ કામદાર, ટી.ડી.ઓ. શ્રી એ.બી. તળપદા, ભાજપ તાલુકા પ્રમુખશ્રી પ્રદિપસિંહ ભરથાણીયા, તાલુકા ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ વશી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (ભરૂચ)ના ઈ.આઈ. ડૉ. દિવ્યેશભાઈ પરમાર તથા ઈ.આઈ. શ્રી નગીનભાઈ રાઠવા સહિત અનેક અગ્રણી અધિકારીઓ, પદાધિકારીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Advertisement

કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્યશ્રી જાગૃતિબેન પટેલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ભૌતિક પરિસ્થિતિનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને મળતી પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિક, નમો લક્ષ્મી તથા બિરસા મુંડા પરિવહન યોજના સહિતની વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓના લાભો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ઝઘડિયા ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવાએ વાલીઓને બાળકોના શિક્ષણની જવાબદારી સ્વીકારી તેમને નિયમિત શાળાએ મોકલવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા વિશેષ અનુરોધ કર્યો હતો. તેમણે શાળાના એપ્રોચ રોડ માટે રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવવાની ખાતરી આપવાની સાથે શાળાની અન્ય જરૂરિયાતોમાં પણ હરહંમેશ સહયોગ આપવાની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડિમ્પલબેન રાજે વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણના અનન્ય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવા પ્રેરણા આપી હતી તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા અંગે સકારાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી.

કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડિમ્પલબેન રાજ તથા ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવાના વરદ્ હસ્તે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ભીલોડના નવ-નિર્મિત ઓરડાનું રીતસર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વંચિત જૂથના લાયક વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શૈક્ષણિક સહયોગ સામગ્રીનું વિતરણ કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમ શાળા પરિવાર, જિલ્લા વહીવટી તંત્ર, પદાધિકારીઓ, ગ્રામજનો અને વાલીઓના સહિયારા સહયોગથી અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.


Share

Related posts

ધો.12 બોર્ડની પરીક્ષા 1 લી જુલાઈથી શરૂ : પરીક્ષા જૂની પદ્ધતિ પ્રમાણે જ લેવાશે.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ અસુરીયા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં સાયખા ગામ ખાતે આવેલ સાયખા SEZ ની જય કેમિકલ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન પ્લાન્ટમાં આગ લાગી જતાં ગ્રામજનોમાં ભાગદોડ મચી ગઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!