Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પુરી અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાંથી 2.93 લાખનો ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી : વડોદરા રેલવે પોલીસની એસઓજીની સુરત કેમ્પની ટીમે ઓપરેશન પાર પાડ્યું : ભરૂચ રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

Share

 

ભરૂચ.

Advertisement

વડોદરા પશ્ચિમ રેલવે પોલીસના સુરત કેમ્પ ખાતે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ સુરત રેલવે સ્ટેશનથી પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. દરમિયાનમાં ટ્રેન ભરૃચ રેલવે સ્ટેશને આવી પ્લેટફોર્મ નંબર 3 પર આવી ઉભી રહેતાં તેઓએ સ્થાનિક પોલીસને સાથે રાખી ટ્રેનનો ગાર્ડ તરફનો વિકલાંગ કોચની બાજુનો કોચ તપાસવાનો બાકી હોઇ તેઓએ ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાનમાં બે બાથરૂમની વચ્ચે એક બેકપેક શંકાસ્પદ હાલતમાં બિવારસી મળી આવ્યું હતું. તેમણે કોચમાં બેઠેલાં મુસાફરોને તે અંગે પુછપરછ કરતાં તે પૈકીના કોઇએ બેગ અંગે માહિતી આપી ન હતી. જેના પગલે તેમણે બેગની તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય પદાર્થના બંડલો ભરેલાં હોવાનું જણાયું હતું.જેના પગલે તેમણે તુરંત એક્શનમાં આવી બેગ ભરુચ રેલવે પોલીસ સ્ટેશનમાં લઇ જઇ એફએસએલ ટીમની મદદથી તપાસ કરતાં બેગમાંથી 4 બંડલો મળી આવ્યાં હતાં. જેમાં રખોલાં પદાર્થનું પરિક્ષણ કરતાં તેમાં કેનાબીસના સક્રિય ઘટકો જણાતાં તેમાં નશીલો પદાર્થ ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે ગાંજાનું વજન કરતાં તેમાંથી કુ 5 કિલો 877 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. 1 કિલો ગાંજાની કિંમત 50 હજાર લેખે કુલ 2.93 લાખથી વધુનો મત્તાનો ગાંજો હોવાનું માલુમ પડતાં ટીમે અજાણ્યા શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના પિયાવા ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા એકનું મોત.

ProudOfGujarat

વડોદરાના શખ્સ પાસેથી વેચાણના ઇરાદે લાવેલાં ડ્રગ્સ સાથે પરપ્રાંતિય શ્રવણ ચોકડીએથી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : SRICT ખાતે એન્જિનિયરીંગ શિક્ષણમાં શ્રેષ્ઠતાના ૧૦ વર્ષની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!