Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોલાવમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રૂ.1.73 લાખના દાગીનાની ચોરી : પરિવાર સુરત ગયો હતો ત્યારે બારીનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો, પુત્રના ગલ્લામાંથી રૂ.4 હજાર પણ ચોર્યા

Share

 

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા અવધૂત નગર-2માં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.73 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે.

Advertisement

મળતી માહિતી મુજબ, અવધૂત નગર-2માં રહેતાં મોનિકાબેન આશિષભાઈ પટેલ (ઉં.વ.33) ગત તા.2 નવેમ્બરના રોજ પતિ અને બે બાળકો સાથે મકાનને તાળું મારી સુરત ગયા હતા. દરમિયાન તા.3 નવેમ્બરના રોજ સવારે ઘરકામ કરવા આવતાં તુલસીબેને મકાનના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરી હતી. પાડોશી સીમાબેને વીડિયો કોલ કરી તપાસ કરતાં ઘરના કબાટ ખુલ્લા અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો.

પરિવાર પરત ફરતાં તપાસમાં બે સોનાની ચૂડીઓ, ચાંદીના બે બ્રેસલેટ, કંદોરો, ચાર જોડી પાયલ અને બે મોટા પેન્ડલ મળી કુલ રૂ.1,69,700ના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. ઉપરાંત પુત્રના ગલ્લામાંથી રૂ.4 હજાર રોકડા પણ ચોરાયા હતા.

તસ્કરે પ્રથમ માળે આવેલા ડાઇનિંગ હોલની બારીનું લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક ખોલી ફરાર થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે મોનિકાબેને અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયા : ઉમધરા ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

અમદાવાદના નવા મેયર તરીકે આ ત્રણ નામોની ચર્ચા, આ તારીખે થશે જાહેરાત

ProudOfGujarat

વાઘોડિયા: માનવ હાડકાઓ પરથી દાખલ થયેલ આકસ્મિક મોતનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!