Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળી-નૂતન વર્ષમાં આગની ઘટના નિવારવા ભરૂચ ફાયર વિભાગ સજ્જ, કર્મચારીઓની રજાઓ રદ : શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ચાર ટીમો તૈનાત, 24 કલાક સ્ટેન્ડબાય રહેવાના આદેશ : ફાયર ઓફિસર ચિરાગ ગઢવીની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

Share

 

ભરૂચ: દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન આગજની કે અન્ય કોઈ દુર્ઘટનાની ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ફાયર વિભાગ દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. સમગ્ર સ્ટાફને 24 કલાક ફરજ પર હાજર અને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

Advertisement

ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે, દિવાળીના પર્વ દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની અને અકસ્માત સર્જાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી કોલ મળતાં જ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકે તે માટે શહેરના અલગ-અલગ વ્યૂહાત્મક વિસ્તારોમાં ફાયર બ્રિગેડની ચાર વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.

બીજી તરફ, ફાયર વિભાગ દ્વારા નાગરિકોને ફટાકડા ફોડતી વખતે ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની સુરક્ષાનું ધ્યાન રાખવા, ભીડભાડવાળા વિસ્તારો, સાંકડી ગલીઓ, વીજ ટ્રાન્સફોર્મર અને કાપડના હંગામી મંડપોની આસપાસ ફટાકડા ન ફોડવા સૂચના આપવામાં આવી છે. ફટાકડા હંમેશાં ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ જ ફોડવા તેમજ નજીકમાં પાણીની ડોલ કે રેતી રાખવા પણ જણાવાયું છે. ફટાકડાનો મોટો જથ્થો એકસાથે રાખવાનું ટાળવા પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

ફેક કોલ કરનારાઓને ચેતવણી

ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ ફાયર કંટ્રોલ રૂમમાં આવતા ખોટા અને ફેક કોલ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખોટા કોલના કારણે ફાયર વિભાગનો કિંમતી સમય અને સંસાધનો વેડફાય છે. પરિણામે ખરેખર આગ કે અકસ્માતની ઘટનામાં મદદ પહોંચવામાં વિલંબ થઈ શકે છે. જેથી નાગરિકોને ખોટા કોલ ન કરવા અને ઇમરજન્સી સમયે ઘટનાનું સાચું સરનામું આપવા અપીલ કરવામાં આવી છે.

કોઈપણ આગ કે અકસ્માતની ઇમરજન્સી સ્થિતિમાં નાગરિકો ફાયર વિભાગના હેલ્પલાઇન નંબર 101 અથવા ઇમરજન્સી નંબર 112 પર સંપર્ક કરી શકે છે. તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે ફાયર વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાનું જણાવાયું છે.


Share

Related posts

ઝઘડીયા પોસ્ટ ઓફિસનાં અંધેર વહિવટનાં કારણે ગ્રાહકોને હાલાકી.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના દાયકા ગામના અંદરાપરી ફળીયામાં રહેતા માસૂમ વિદ્યાર્થીઓને રસ્તાના અભાવે કોતરમાંથી થવું પડે છે પસાર …!

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાઇક ચોરીના વણશોધાયેલ બે ગુનાઓ શોધી કાઢયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!