Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વરમાં નવનિર્માણ સંઘ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને દિવાળી કીટનું વિતરણ : ફટાકડા, નવાં કપડાં અને મીઠાઈ સહિતની સામગ્રી આપીને સ્લમ વિસ્તારના બાળકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ

Share

 

ભરૂચ :

Advertisement

દિવાળીના પર્વે જરૂરિયાતમંદ પરિવારોના બાળકો પણ તહેવારની ખુશીઓ માણી શકે તેવા ઉમદા હેતુથી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નવનિર્માણ સંઘ (બી.એન.એસ.) ગ્રુપ દ્વારા દિવાળી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નવનિર્માણ સંઘ અને ભરૂચ જિલ્લા ભાજપ વિધાનસભા મતવિસ્તારના પરિવારના સંયુક્ત પ્રયાસથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં સ્લમ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને દિવાળી કીટ આપવામાં આવી હતી. સંઘના સ્થાપક વૃષભ પટેલ દ્વારા તૈયાર કરાવવામાં આવેલી કીટમાં ફટાકડા, નવાં કપડાં, મીઠાઈ સહિતની વિવિધ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગના બાળકો દિવાળીના પર્વની ખુશીઓ માણી શકે અને તેમના ચહેરા પર સ્મિત આવે તેવા હેતુથી આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપ જિલ્લા પ્રમુખ પરેશ લાડ, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી અને નવનિર્માણ સંઘના સ્થાપક વૃષભ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ બાળકોને દિવાળી કીટનું વિતરણ કરી તેમની સાથે તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી.


Share

Related posts

જંબુસરના વેડચ ગામેથી પસાર થતી મુખ્ય નર્મદા નિગમની કેનાલમાથી યુવક ની લાશ મળી આવતા ચક્ચાર

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ : કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા “રેમડેસીવીર” ઈન્જેક્શનની કાળા બજારી કરતા બે ઈસમો ભરૂચ એસ.ઓ.જી નાં હાથે ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!