Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેગામ બુલેટ ટ્રેન બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના, બાઇકસવાર બે યુવકોને ઇજા : અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારી નાસી છૂટ્યો; કરણ વસાવાને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ-દહેજ હાઇવે પર દહેગામ બુલેટ ટ્રેન બ્રિજ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી મોટરસાઇકલને પાછળથી ટક્કર મારતાં બે યુવકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ફોરવ્હીલ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, દહેગામ નવી નગરી ખાતે રહેતા સુનીલકુમાર ઈશ્વરભાઈ વસાવાને તેમના મિત્ર નરેન્દ્ર વસાવાનો ફોન આવ્યો હતો કે, કરણ શૈલેષ વસાવા અને ધ્રુવ રાજેશ પરમારનો દહેગામ બુલેટ ટ્રેન બ્રિજ પાસે અકસ્માત થયો છે. જેથી તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં કરણ અને ધ્રુવ મોટરસાઇકલ સાથે રોડની સાઇડમાં પડેલા અને અર્ધબેભાન હાલતમાં જોવા મળ્યા હતા.

અકસ્મતમાં કરણ વસાવાને માથા, મોઢા અને બંને ઘૂંટણ તેમજ જમણા થાપાના ભાગે ઇજાઓ થઈ હતી. જ્યારે ધ્રુવ પરમારને જમણા ખભા, પીઠ અને જમણા પગની ઘૂંટીના ભાગે ઇજાઓ પહોંચી હતી. કરણે ભાનમાં આવ્યા બાદ જણાવ્યું હતું કે, અજાણ્યા ફોરવ્હીલ ચાલકે તેમની મોટરસાઇકલ નંબર GJ-16-EC-4144ને પાછળથી ટક્કર મારી હતી.

ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કરણને વધુ સારવાર માટે દાખલ કરાયો હતો, જ્યારે ધ્રુવને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. કરણને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બોલવામાં પણ તકલીફ પડતી હોવાથી તેના સંબંધી સુનીલકુમાર વસાવાએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ફોરવ્હીલ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.


Share

Related posts

લીંબડી ખાતે ચુનારાવાડમાં ચોરનો તરખાટ, લાખોની ચોરી કરી ઇસમો ફરાર

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ માર્ગ હાઈવે પર ઉતરાજ ગામ પાસે ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. 

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાફિક પોલીસની કડક ચેકિંગ ડ્રાઈવ : ત્રણ દિવસ સુધી કાર્યવાહી ચાલશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!