Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સમની ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 21થી 22 તોલા સોનાના દાગીનાની ચોરી : ભાઈબીજની ઉજવણી માટે પરિવાર અમદાવાદ ગયો હતો ત્યારે તસ્કરોએ હાથફેરો કર્યો; શિલ્પી ડોગ સ્ક્વોડની મદદથી પોલીસ તપાસમાં જોતરાઈ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. મકાનમાલિક ભરતભાઈ પટેલના બંધ મકાનમાંથી અંદાજે 21થી 22 તોલા સોનાના દાગીના ચોરાયા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ભાઈબીજના તહેવારની ઉજવણી કરવા માટે ભરતભાઈ પટેલનો પરિવાર અમદાવાદ ગયો હતો. પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફર્યા બાદ ચોરીની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આમોદ પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચથી શિલ્પી ડોગ સ્ક્વોડને બોલાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી આસપાસના સ્થાનિક લોકોની પૂછપરછ પણ કરી છે.

બીજી તરફ, સમની ગામમાં પૂરતી સંખ્યામાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ તપાસમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચોરાયેલા દાગીનાનો ચોક્કસ જથ્થો અને તેની કિંમત તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.


Share

Related posts

અમદાવાદમાં આવાસ યોજના અને વિવિધ પ્રોજેક્ટના રૂ.1545 કરોડના કાર્યોનું વડાપ્રધાનનાં હસ્તે ઇ-લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

SLBની હીરામંડીથી YRFના થમ્મા સુધી – મધુબંતી બાગચીની હિટ ફિલ્મોનો સિલસિલો ચાલુ છે.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતીમાં *જનમંચ* કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!