Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો : સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ દોરડા ખેંચ અને લીંબુ-ચમચીની સ્પર્ધામાં ભાગ લઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

Share

 

ભરૂચ :

Advertisement

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે ભરૂચના કાલી તલાવડી સ્થિત જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ ખાતે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો હતો. જેમાં સ્થાનિક યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ ઓપન એજ ગ્રુપના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોમાં આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ રમતોત્સવનો પ્રારંભ કરાવી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ દોરડા ખેંચ અને લીંબુ-ચમચી સ્પર્ધામાં ભાગ લઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

રમતોત્સવમાં કબડ્ડી, ખો-ખો, આર્ચરી, વોલીબોલ અને ફૂટબોલ જેવી રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ઉપરાંત દોરડા ખેંચ, લીંબુ-ચમચી અને કોથળા દોડ જેવી પરંપરાગત રમતોમાં પણ સ્પર્ધકોએ પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી હતી.

જનજાતીય સમાજની પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા સાથે યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવી, શારીરિક સ્વાસ્થ્ય, એકતા, સહકાર અને આત્મવિશ્વાસની ભાવના વિકસાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભરૂચ પ્રાંત અધિકારી મનિષા મનાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી રાજન ગોહિલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરના કાગડીવાડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.3 લાખથી વધુ મત્તાની ચોરી.

ProudOfGujarat

ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ ખાતે સ્વતંત્ર પર્વ ની ઉલ્લશભેર વાતાવરણમાં ઊજવણી

ProudOfGujarat

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડૉ. યોગેશ નટવરલાલ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટનો આજથી શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!