Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

NDPSના ગુનામાં એક મહિનાથી નાસતા મોહસીન લાકડાવાલાને A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો : ભરૂચના મોહંમદપુરા-લાલવાડી વિસ્તારમાં રહેતા આરોપીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી લેવાયો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેરમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા એક મહિનાથી પોલીસ પકડથી દૂર રહેતા વોન્ટેડ આરોપીને ભરૂચ શહેર A ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું પગેરું મેળવી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ-1985ની કલમ 8(C), 22(C), 25 અને 29 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મોહસીન ઇકબાલ લાકડાવાલા (રહે. ઇ-1374, મોહંમદપુરા, લાલવાડી, ભરૂચ) છેલ્લા એક મહિનાથી વોન્ટેડ હતો.

NDPS એક્ટ હેઠળના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રાજ્ય કક્ષાએ વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના તેમજ ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ A ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

A ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાની સૂચનાથી સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી મોહસીન લાકડાવાલાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરીમાં PI કે.ડી. માંગરોલિયા, PSI એમ.એસ. ડાંગર સહિત A ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ જોડાઈ હતી. ટીમવર્કના આધારે NDPSના ગુનામાં લાંબા સમયથી નાસતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.


Share

Related posts

કેન્દ્ર સરકારનુ બજેટ: વિકાસ નહીં, કાપછાંટ વાળું : સંદીપ માંગરોલા

ProudOfGujarat

ભરૂચ : નીલકંઠ નગર ખાતે ફરસરામી દરજી જ્ઞાતિ હોલનું એમ.એલ.એ દુષ્યંત પટેલ દ્વારા લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ડેડીયાપાડાથી નિવાલ્દા જતા રસ્તા ઉપર ઊડતી ધૂળથી સ્થાનિક રહીશો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!