Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇઝરાયલના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી ભરૂચના પરિવાર સામે છેતરપિંડીનો આક્ષેપ : માતા-પિતા સહિત ત્રણ સામે રૂ.6.15 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ : યુવતી અને અન્ય મહિલાને વિઝા અપાવવાના બહાને નાણાં લીધા, રકમ પરત પણ ન કરી

Share

ભરૂચના નારાયણનગર-3 સોસાયટીમાં રહેતા એક પરિવાર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ઇઝરાયલના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી રૂ.6.15 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના બાકરોલ વિસ્તારમાં રહેતી મહિલાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, આશરે દોઢ વર્ષ અગાઉ ફરિયાદી જ્યોત્સનાબેન ક્રિશ્ચિયન અમદાવાદના મણિનગર ખાતે સમાજના સંમેલનમાં ગયા હતા. જ્યાં એક મહિલા મારફતે ભરૂચના આશિષ મેકવાનનો સંપર્ક થયો હતો. આશિષે તેમની પુત્રી પ્રિન્સીને ઇઝરાયલ મોકલી ત્યાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. આ માટે કુલ રૂ.25 લાખનો ખર્ચ થશે તેમ જણાવી શરૂઆતમાં રૂ.5 લાખ આપવાનું કહ્યું હતું.

Advertisement

તા.21 ફેબ્રુઆરી, 2026ના રોજ ફરિયાદી પરિવાર ભરૂચ આવ્યો હતો. તે સમયે આશિષ મુંબઈ હોવાનું જણાવી તેના માતા-પિતા રાજેશકુમાર અને સ્ટેલાબેનને ચેક આપવા જણાવ્યું હતું. પરિવારને ઇઝરાયલ મોકલવાના અગાઉના દસ્તાવેજો બતાવી વિશ્વાસમાં લીધા બાદ રૂ.2 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

ત્યારબાદ તા.22 એપ્રિલના રોજ વધુ રૂ.3 લાખનો ચેક આશિષના પિતાને આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આશિષ અને પ્રિન્સી વચ્ચે વર્ક વિઝા અંગે કરાર અને નોટરી પણ કરવામાં આવી હતી. આ જ સમયે અન્ય મહિલા ભાવનાબેન મકવાણાએ પણ ઇઝરાયલના વિઝા માટે રૂ.1.15 લાખ રોકડા આપ્યા હતા.

જોકે, લાંબા સમય સુધી વિઝા નહીં મળતાં પરિવારને શંકા ગઈ હતી. દરમિયાન તા.20 મેના રોજ અખબારમાં આશિષના પિતાએ જાહેર નોટિસ આપી પુત્ર સાથે સંબંધો તોડી નાખ્યાની જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આશિષનો મોબાઇલ બંધ આવતો હતો અને તેના માતા-પિતાએ પણ પુત્ર સાથે સંપર્ક ન હોવાનું જણાવ્યું હતું.

આમ, આશિષ મેકવાન, તેના પિતા રાજેશકુમાર અને માતા સ્ટેલાબેન સામે પૂર્વઆયોજિત કાવતરું રચી રૂ.5 લાખના ચેક તથા ભાવનાબેન પાસેથી રૂ.1.15 લાખ રોકડા મેળવી કુલ રૂ.6.15 લાખની છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય સામે BNSની કલમ 318(4) અને 61(2)(એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચનાં ગાંધી બજાર વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.

ProudOfGujarat

માંગરોળના રતોલા ગામે કારના ટાયરમાં પંચર પડતાં કાર પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી ૨૦-૨૫ વષૅથી શોભાના ગાઠીયા સમાન બની જવા પામી છે, જેથી આમ પ્રજામાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!