Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન : 25 નવેમ્બરે વાલિયાની ITI ખાતે ભરતી મેળો યોજાશે, 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારોને મળશે રોજગારીની તક

Share

 

ભરૂચ જિલ્લામાં બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ ભરતી મેળો આગામી તા. 25 નવેમ્બર 2026, બુધવારના રોજ સવારે 11 વાગ્યે વાલિયાની આઇ.ટી.આઇ. ખાતે યોજાશે. જેમાં મહાનસારિયા ટાયર્સ પ્રાઇવેટ લિમિટેડ, યુવાશક્તિ ફાઉન્ડેશન, એમઆરએફ લિમિટેડ, દહેજ યોકોહામા ઓફ હાઇવે ટાયર્સ, ફ્લોમેટાલિક – બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના એકમ તેમજ કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ જેવી કંપનીઓ ભાગ લેશે.

ભરતી મેળામાં ધોરણ 10 પાસ, 12 પાસ, કોઈપણ ટ્રેડમાં ITI, કોઈપણ વિષયમાં ડિપ્લોમા તેમજ સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. આથી રોજગાર મેળવવા ઇચ્છુક લાયકાત ધરાવતા યુવાનોને નિર્ધારિત તારીખ અને સમયે જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચ દ્વારા અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન નજીક માલગાડી સામે એક આધેડે જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં ચાર દિવસીય ‘કોમ્પેનીયો થેરાપી કેમ્પ’નો પ્રારંભ : ગાયત્રીનગર સ્થિત જલારામ મંદિરે મફત લાઈવ ડેમો સાથે આરોગ્યલક્ષી કેમ્પ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!